સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસથી ધાબડીયા વાતાવરણ વચ્ચે ટાઢોડુ ફેલાઇ ગયું છે. લોકો ઠંડા પવન વચ્ચે દિવસે પણ ગરમ કપડામાં દેખાય છે ત્યારે આજે કચ્છમાં ઠંડીનો સપાટો દેખાયો હતો.
આજે નલીયામાં તાપમાન ઘટીને 4.2 ડિગ્રી થઇ ગયું હતું. તો ભુજ પણ 9.8 ડીગ્રી સમયે ધ્રુજી ઉઠયું હતું. રાજકોટ શહેરમાં આજે પણ એક આંકડામાં 9.9 ડીગ્રી ન્યુનતમ તાપમાન રહ્યું હતું. આ સિવાય અમદાવાદમાં 16.5, ભાવનગર 15.7, ડીસા 13.8, દ્વારકા 14.6, પોરબંદર 11.4 અને વેરાવળમાં 15 ડિગ્રી પર પારો હતો સુર્યદેવ આજે પણ વાદળોથી ઘેરાયેલા દેખાતા હતા.
- Advertisement -
જામનગર
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રી પારો નીચે સરકતા લઘુતમ 15.4 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હોવાથી પણ શહેરીજનો કાતિલ ઠારથી ધ્રુજી ઉઠ્યા હતા. પવનની ગતિ પ્રતિકલાક ક6.8 કિ.મી ઝડપે ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા.શહેરનું મહતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ માં 9 ટકાના ઘટાડા સાથે 63 ટકા રહ્યું હતું. સાંજના સમયે તો શહેરના રોડ-રસ્તા સહિત બાગ બગીચામાં સુનકાર સર્જાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવીત થયું હતું. સર્વત્ર કાતિલ ઠંડીના મોજાના કારણે લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે.
ભાવનગર
ભાવનગરમાં આજે શનિવારે લઘુતમ તાપમાન 15.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66% રહ્યું હતું. પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
- Advertisement -