ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલ કુમાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.17-01-2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.17-01-2024ના રોજ સાંજે કુમાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
જાહેરમાં ગંદકી કરવા બદલ ભૂપેન્દ્ર રોડ પર આવેલી કુમાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ શોપ સીલ



