કુલપતિએ લોન્ચ થતાં જ લાખ રૂપિયાનો મોબાઇલ ખરીદી બાદમાં ફાયનાન્સ કમિટી બિલ મંજૂર કરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિના આઈફોનના ખોટા ખર્ચા મામલે એનએસયુઆઈએ ફાયનાન્સ કમિટીમાં ખોટી નોટો ઉડાડી વિરોધ દર્શાવ્યો હતો. આજે બીજા દિવસે પણ વિરોધ દર્શાવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી.
કુલપતિએ લોન્ચ થતાં જ લાખ રૂપિયાનો મોબાઇલ ખરીદી બાદમાં ફાયનાન્સ કમિટી બિલ મંજૂર કરાવ્યું હોવાનો આક્ષેપ એનએસયુઆઇએ કર્યો હતો.
- Advertisement -
એનએસયુઆઈએ ગઈકાલે આઈફોન ખરીદવા માટે કેમ્પસમાં ભીખ માંગી રજિસ્ટ્રારને આ એકઠી રકમ સુપ્રત કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ દરખાસ્ત મંજૂર ના કરવા અલ્ટીમેટ આપ્યુ હતું. આજે ફાયનાન્સ કમિટીની બેઠકમાં જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં કાર્યકરો પહોંચી કુલપતિ પર ઢગલાબંધ ખોટી નોટો ઉડાડી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પૈસા ખોટી રીતે ઉડાડવાનું બંધ કરો તેમજ ઉપરની તમામ ફાયનાન્સ કમિટીની સભ્યો અને કુલપતિને રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓ બે છેડા ભેગા કરીને પણ ફી ભરી શકતા નથી ત્યારે તાજેતરમાં જ કુલપતિની ખુરશી શોભાવનાર ભીમાણીને 1.19 લાખનો આઈફોન ખરીદવાના અભરખા પૂરા કરાઈ રહ્યા છે. ફોન ખરીદીનું બિલ પણ મંજૂર થઈ જતાં જબરો દેકારો બોલી ગયો હતો આમ વિદ્યાર્થીઓના પૈસા બચાવવા માટે અને ખોટા ખર્ચાઓ મુદ્દે આજે બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો.