ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવ પીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સમૂહ લગ્ન આયોજન માટે મિટિંગો યોજાઈ હતી. પાંચમાં સમૂહ લગ્નના ભવ્ય આયોજન માટે મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગની અંદર સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને ઝઝામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર, બાબુલાલ સુડાજી ઠાકોર રામપુરા, કાનજીભાઈ ઠાકોર વાઘપુરા, ઠાકોર સામતજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાતલપુર, પોપટજી સવસીહજી ઠાકોર લોદરા, નરસંગજી રામજીજી ઠાકોર વરણ સોરી, વેરશીજી ભગવાનજી પૂર્વ મામલતદાર, ધારશીજી ડાયાજી ઠાકોર બામરોલી, ગણપતજી લખુજી પૂર્વ સૈનિક, સવસિંહજી કુંવરાજી ઊનરોટ, બળવંતજી સગરામજી કિલાણા, રાયચંદજી ધરમસિંહજી વરણ સોરી, દેવાજી લવિંગજી કિલાણા, પરાગજી વાઘાજી કોરડા, ગણપતભાઈ લખુભાઈ ઠાકોર અને અન્ય ગામોમાંથી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની માફક આ વખતે પણ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાશે. તેના આયોજનના ભાગરૂપે આ મિટિંગ યોજાઈ હતી.
પાટણના ઝઝામ ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજે પાંચમાં સમૂહ લગ્ન માટે મિટિંગ યોજી
