અમારૂ આંદોલન ભાજપ કે કોગ્રેસ માટે નથી 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પાછુ ખેંચશે તો અમે ભાજપ સાથે : પી.ટી.જાડેજા
પદ્મિનીબાને કમિટીમાં સમાવવા અંગે પી.ટી.જાડેજાનું નિવેદન
પદ્મિનીબાને લઈ પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરે છે,પદ્મિની બા વ્યક્તિગત સામેથી આવે તો અમે જોઈશું,જોહર કરવાની વાત અલગ છે,જોહર કરવાની ખબર ન હોય તેમણે સમજવાની જરૂર છે,સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરીશું.
- Advertisement -
હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ : કરણસિંહ
300 મહિલાની ફોર્મ ભરવાની વાત પર તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે. મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યુ. તેમણે કહ્યુ કે, અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક રાજકોટ ખાતે મળી હતી.ગઈકાલે અમદાવાદમાં રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી.
રાજકોટમાં આજે રૂપાલા આંદોલન પાર્ટ 2 ને લઈ સંકલન સમિતીની એક બેઠક મળી હતી,જેમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,રૂપાલા સામે અમારો રોષ યથાવત છે,જો રૂપાલાને નહીં હટાવે તો ભાજપને નુક્સાન જશે ,સરકારે 20 દિવસથી અમારી માગ કાને ન ધરી તો મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ કેમ છે.અમે અમે 4 દિવસનો ચાન્સ આપ્યો, ફોર્મ પરત ન લેવાયુ,આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે સાથે સાથે રૂપાલાને હટાવવાની અમારી માગ યથાવત છે,ઉત્તર, મધ્ય, દ.ગુજરાતમાં કાર્યક્રમો યોજવામાં આવશે,અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી,અમે હરિફ ઉમેદવારને મત આપવાના છીએ બીજી તરફ 400 ફોર્મ ભરીએ તો મત વહેંચાઇ જાય અમે ભાજપને ત્યારે જ મત આપીશું જયારે 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો.ભગવાન દ્વારકાધીશ દ્વારા દ્રોપદી માટે ધર્મ યુદ્ધ મહાભારત શરૂ કર્યું હતું.પુરુષોત્તમ રૂપાલા સત્તા નો મોહ ન રાખે , અમારું આંદોલન પુરુષોત્તમ રૂપાલા સામે છે.. સરકારે 20 દિવસ થી અમારી વાત ધ્યાને નથી લીધી.અમે એક જ વાત કરીએ છીએ.અમને સમજવાની જરૂર નથી.એક વ્યક્તિ માટે સરકારને અને પક્ષને નુકશાન થઇ રહ્યુ છે.અમે મુખ્યમંત્રી અને પાટીલ સહિતના આગેવાનો સાથે રાત્રિના 12 વાગે મળવા ગયા હતા.