ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
31 ડિસેમ્બર ના રોજ રાજુલા એડિશનલ સેશન્સ કોર્ટ ના વકીલ મંડળ રૂમમાં વકીલ મંડળ મીટીંગ મળી હતી. જેમાં રાજુલા વકીલ મંડળના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે. એસ. રાઠોડ સહિત તમામ હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2025 ના નવા હોદેદારોની વરણી સર્વાનુમતે થઈ હતી. રાજુલા વકીલ મંડળના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે.એસ.રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે વકીલ વી.એમ.લાલવાણી તથા સેક્રેટરી તરીકે વકીલ ભાવેશભાઈ વાઘેલા તથા સહ સેક્રેટરી વકીલ પંકજભાઇ સરવૈયા, ખજનચી તરીકે વકીલ કૌશિકભાઇ સોલંકી, લાઈબ્રેરીયન તરીકે વકીલ પ્રદીપભાઈ રંજોલીયાની વરણી કરાઈ હતી. આ પ્રસંગે રાજુલા વકીલ મંડળ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વરું સહિતના હોદેદારો તથા તમામ વકીલ મિત્રોએ નવનિયુક્ત રાજુલા વકીલ મંડળના પ્રમુખ કે. એસ. રાઠોડ સહિત તમામ હોદેદારોનું ફુલહારથી સન્માનિત કરાયા હતા. આ તકે વકીલ રાજુભાઇ જોખીયા, મહેન્દ્રભાઇ લાલવાણી, મૌલીનભાઇ ઠાકર, ભરતભાઇ શિયાળ, મધુભાઇ સાખટ, હિતેષભાઇ ખાગડ, હેમુભાઇ રાઠોડ, અરવિંદભાઇ ખુમાણ, ડી. ડી. સોલંકી, વિપુલભાઈ હાનાણી, પ્રફુલભાઈ બાબરીયા, દીપકભાઈ પરમાર, જે.જે. ખુમાણ, ભાવેશભાઈ સિંધવ , કે. બી. કામલીયા, દિનેશભાઈ નિર્મળ, અશોકભાઈ બાબરીયા, રોહિતભાઈ બારૈયા, શૈલેષભાઈ બાબરીયા સહિતના તમામ વકીલઓ ઉપસ્થિત રહ્યા અને નવા હોદેદારોને ફૂલહાર પહેરાવીને સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતાં.