વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવવાનું ભારે પડ્યું છે. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેમજ ડિમેરિટ પોઈન્ટ ઉમેરવાની સજા આપવામાં આવી છે.
આઈસીસીસીના કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ વિરાટ કોહલીને આ સજા આપવામાં આવી છે. જેના આર્ટિકલ 2.12 મુજબ ક્રિકેટમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય શારિરીક સંપર્ક પ્રતિબંધિત છે. મર્યાદાને ઓળંગી કોઈપણ ખેલાડી અન્ય ખેલાડી સાથે ગેરવર્તૂંણક કરી શકે નહીં. તેમજ આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
- Advertisement -
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો. જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. મેચ ખતમ થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી સામે હાજર થયો અને પોતાની ભૂલ સ્વીકારી હતી. જે બાદ રેફરીએ કોહલીએ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો છે. રવિ શાસ્ત્રીએ પણ કોહલીના આ વર્તનનો વિરોધ કર્યો હતો અને તેની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું.