ગીર-સોમનાથ સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે.જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરી વિસ્તારમાં ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હિ સેવા સફાઇ અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદ સી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના જુદાં જુદાં વિસ્તારમાં આવેલ ભુગર્ભ ગટરોની સાફ સફાઈ કરીને ચોખ્ખી કરવામાં આવી હતી.આ સફાઇ ઝૂંબેશ કોડીનાર નગરપાલીકાના સફાઇ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કોડીનાર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફ સફાઇ કરાઈ
Follow US
Find US on Social Medias