ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વેરાવળના તબીબ અતુલ ચગ ના આત્મહત્યા મામલે કોડીનાર મામલતદારને આવેદપત્ર પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં નામ જોગ સુસાઇડ નોટ લખી ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કરી ને જીવન ટૂંકાવ્યું હતું તેના સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર ને સંબોધી આવેદન પત્ર આપ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહામંત્રી મહેશ ભાઈ બારડ તથા કોડીનાર તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરી દેખાવ કર્યો હતો અને જે પણ આની સાથે સંડોવાયેલ હોય તેની માથે એફ આઈ આર નોંધી કડક માં કડક સજા કરવા માંગ કરી હતી