– કેરી મિનાટી 47.5 મિલિયન સબસ્ક્રાબર્સ સાથે ટોચ પર છે, જયારે બીબી કી વિનેશ ફેમ ભૂવન બામ 25.5 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે.
– ગૌરવ ચોધરીની યુટયુબ ચેનલ ટેક શ્રેણીમાં સૌથી સફળ ચેનલ છે. ફોબ્સ ઇન્ડિયાની 30 પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં બે યુટયુબર્સમાંના તેઓ એક છે. જે ગર્વ અનુભવવા જેવી વાત છે.
- Advertisement -
આજના યંગસ્ટર્સ માટે દરેક સમયે કંઇકને કંઇક ન્યુ હોવું જરૂરી છે. તેઓ દરેક સમયે પોતાના મોબાઇલ અને જાતને અપડેટ રાખવા માંગે છે. તે સતત પોતાની આસપાસની દુનિયાથી પણ વધારે વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાયેલા હોય છે. કહેવાય છે કે, સતત નવું જાણવાની ભૂખ સતત નવું કરવા માટે પ્રેરે છે. એટલે જ યુટુયબર્સનો જન્મ થયો હોય તેવું લાગે છે. આ યુટયુબર્સ સતત નવા વિષયો અને પોતાના ટેલેન્ટથી પોતાના ફેન્સને આકર્ષં છે, અને વર્ચ્યુઅલ દુનિયાના બેતાજ બાદશાહ બની જાય છે. ઝડપી ગતિએ અપડેટ થતી ટેકનોલોજી એક એવી તક લઇ આવી છે, જેમાં ક્રિએટીવ લોકોને પોતાનું કન્ટેન્ટ પીરસવા માટે યુટયુબ રૂપે એક પ્લેટફોર્મ મળી ગયું છે. જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા ક્રિએટિવ લોકો તેમના ટેલેન્ટ, યુનિક પ્રેઝન્ટેશન, ન્યુ સ્ટાઇલ, અલગ જ રીતથી વિષયને ફેન્સના સમક્ષ રજૂ કરે છે, અને મનોરંજન કરે છે. શરૂઆતના સમયમાં આ એક પેશન હોય છે, જે ધીમે-ધીમે પ્રસિદ્ધિ મળતા બિઝનેસમાં પરિવર્તિત થઇ જાય છે.
આજે આપણે ભારતના 15 ફેમસ યુટયુબર્સ વિશે જાણીશું, તો તમે પણ જુઓ આ યાદીમાં તમારા ફેવરિટ યુટયુબર્સ છે કે નહીં
- Advertisement -
1) કેરી મિનાટી
ભારતના ટોચના ફેમસ યુટયુબર્સની યાદીમાં સૌપ્રથમ કેરી મિનાટી છે. જે રિઅલમાં અજય નાગર ચલાવે છે. તેમની ત્રણ યુટયુબ ચેનલ છે, જે CarryMinati, CarryisLive અને CarryMinati Productions Official છે, જેઓ અનુક્રમે 36 મિલિયન, 11.1 મિલિયન, અને 435 કરોડ સબસ્ક્રાબર્સ ધરાવે છે. જે કુલ મળીને 47.5 મિલિયન સબસ્ક્રાબર્સ સાથે ટોચ પર છે. કેરી મિનાટી તેના રેપ સોન્ગ, ક્રિએટીવ વિડિયોઝ માટે સૌથી વધુ ફેમસ છે. કેરી મિનાટી ઉર્ફ અજય નાગરનો જન્મ 12મી જુન, 1999ના રોજ થયો હતો. અજય સ્કૂલ ડ્રોપ આઉટ છે. તેની પ્રથમ યુટયુબ ચેનલ “STeaLThFeAnzZ” હતી. જે ડિસેમ્બર 2010માં શરૂ થઇ. જે નિષ્ફળ ગઇ હતી. જેમાં તે ગેમપ્લે, ફૂટબોલ ટ્રિક્સ, અને ટેક ટયુટોરિયલના વિડિયોઝ અપલોડ કરતો હતો. પછી તેણે બીજી યુટયુબ ચેનલ “Carrydeol” નામથી શરૂ કરી, જેનું પાછળથી નામ બદલીને “CarryMinati” કર્યુ. તેમના સૌથી વધુ જોવાયેલ વિડિયોઝમાં The ferocious rap song Yalgaar, The ‘Film The Fare’, ‘Tik Tok Evolution’, ‘MSG’, roast on Bigg Boss 13 છે.
2) ટોટલ ગેમિંગ
ટોટલ ગેમિંગએ ભારતની બીજા નંબરની સૌથી ફેમસ ગેમ્સ યુટયુબ ચેનલ છે. જે અજ્જુભાઇ ગેમિંગના નામથી પણ ઓળખાય છે. જે ઓક્ટોબર 2018માં અજય દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેઓ ક્યારેય કેમેરા સામે આવ્યા નથી. તેની બે યુટયુબ ચેનલ છે, જે Total Gaming અને AJAY VERSE ના નામથી પ્રખ્યાત છે, જેના 31.9 મિલિયન અને 6.6 મિલિયન સબસ્ક્રાબર્સ છે. જે કુલ મળીને 39.5 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. તેમણે યુટયુબ ચેનલ એક ગેમર તરીકે ચાલુ કરી હતી. તેઓ ફ્રી- ફાયર, યુબીસોફ્ટની એરિસ્સાસિન અને ચેકસ્ટાર ગેમ્સ જેવી ગેમ્સના વિડિયો અપલોડ કરે છે. તેણે ભારતીય પ્રેક્ષકો માટે અંગ્રેજી ગેમ્સ Assassins creed valhallaને હિન્દીમાં ડબ કરી હતી.
3) આશિષ ચંચલાની વિનેસ
આશિષ ચંચલાની તેમના યંગ જનરેશન માટેના કોમેડી વિડિયોઝ અને કોમિક ટાઇમિંગ માટે સૌથી વધુ ફેમસ છે. તેમનો જન્મ 7મી નવેમ્બર, 1993ના રોજ થયો હતો. તેમણે સિવિલ એન્જીનિયરિંગમાં B.Techની ડિગ્રી મેળવી છે. તેમને અભિનયમાં શોખ હોવાથી મુંબઇના જ્હોન સ્ટુડિયોમાં જોડાયા હતા. તેની યુ ટ્યુબ ચેનલ “Ashish Chanchlani Vines” છે, જેના 28.4 મિલિયન સબસ્ક્રાબર્સ છે. તેઓ પોતાની કોમેડી પેરોડી માટે ભારતના યંગસ્ટર્સમાં ખૂબ ફેમસ થયા છે. તેમના “Exams Ka Mausam”, “Tution, Classes Aur Bache”,
“PUB G Ek Game Katha” જેવા વિડિયો લોકોએ સૌથી વધુ પસંદ પડયા હતા.
4) ટેક્નો ગેમ્ઝ
જેને ગેમીંગ જગતના સ્વામી કહેવાય છે તેવા ઉજ્જવલ ચોરસિયા તેમની યુટયુબ ચેનલ ટેકનો ગેમ્ઝ માટે જાણીતા છે. તેમની GTA ગેમપ્લે વેબ સિરિઝ યંગસ્ટર્સ વચ્ચે ફેમસ બની હતી. તેમની ગેમ સિરિઝ માઇનક્રાફ્ટ, હિટમેન-2, અને રેસિડેન્ટ એવિલ-3 ખૂબ હિટ રહી, જેની સફળતાએ જ તેમને સૌથી વધુ સબસ્ક્રાબર્સ અપાવ્યા. તેમની બે યુટયુબ ગેમિંગ ચેનલ છે, જે Techno Gamerz, Ujjwal છે, જે 27.4 મિલિયન અને 35.5 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે, જેના કુલ મળીને 35.5 મિલિયન સબસ્ક્રાબર્સ થાય છે.
5) રાઉન્ડ ટુ હેલ
કહેવાય છે કે, સફળતા કોઇ વર્ગ, દરરજો કે ડિગ્રી જોઇને નથી મળતી, પરંતુ તમારી પ્રતિભા અને જુસ્સાથી મળે છે. જે વાત રાઉન્ડ ટુ હેલના યુટયુબર્સ ચેનલના ફાઉન્ડર વસીમ અહેમદ, નાઝીમ અહેમદ, અને ઝૈન સૈફી માટે સાચી પડી છે. તેમની યુટયુબ ચેનલ Round2Hell 26.8 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. આ ત્રણે મિત્રોએ મળીને વર્ષ 2015માં યુટયુબ ચેનલ શરૂ કરૂ હતી. પરિવારની નારાજગી વચ્ચે પણ તેઓએ પહેલા ફુટબોલ ટયુટોરિયલ બનાવ્યા, પછી કોમેડી વિડિયોઝ બનાવવાના ચાલુ કર્યા. લોકોને તેમના વિડિયો ખૂબ પસંદ પડયા. આખરે તેમની મહેનત રંગ લાવી અને તેમની સફલતા માટે તેમને દિલ્હીમાં આયોજીત યુટયુબ ફેમફેસ્ટમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
6) મિ. ઇન્ડીયન હેકર
મિ. ઇન્ડીયન હેકરના ફાઉન્ડર દિલરાજ સિંહ રાવતનો જન્મ 8મી જાન્યુઆરી 1996ના રોજ થયો હતો. તેણે વર્ષ 2011થી યુટયુબમાં ચેનલ શરૂ કરી હતી. તેમની બે યુટયુબ ચેનલ છે, જેમાં Mr. Indian Hacker અને Dilraj Singh છે, જેના 26.2 મિલિયન અને 2.63 મિલયન સબસ્ક્રાબર્સ છે. જે કુલ મળીને 28.83 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 600થી વધુ વિડિયો બનાવ્યા છે. તેમણે ‘Mr. Titanium નામની નવી ચેનલ પણ શરૂ કરી છે, જે હાલમાં 1.09 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે.
7) બીબી કી વિનેશ
પોતાની આગવી રજુઆત અને ફની સેન્સ ઓફ હ્યુમર્સના કારણે ફેમસ ભૂવન બામનો જન્મ 21મી જાન્યુઆરી 1994ના રોજ થયો હતો. તે નવી દિલ્હીના રહેવાસી છે. તેઓ એક અદભૂત સિંગર છે. તેઓ યુટયુબ પહેલા દિલ્હીના વિવિધ બારમાં સિગિંગ કરતા હતા. તેઓ મ્યુઝીશીયન, સિંગર અને લિરિસિસ્ટ છે. યુટયુબ પર તેઓ BB Ki Vines નામની ચેનલ ચલાવે છે, જેના 25.5 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. તેઓ યુટયુબની સાથે ફેસબુક, ટવીટર અને ઇન્સ્ટાગ્રામ પર વિશાળ ફોલોઅર્સ ધરાવે છે. યુટયુબ પર તેમની અલગ પ્રતિભાના કારણે તેમની ચેનલને વર્ષ 2018માં સૌથી લોકપ્રિય ચેનલનો એવોર્ડ Wedtvasia Awards મળ્યો હતો. યુટયુબથી લઇને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધીની તેમની સફરમાં તેઓને ફોબ્રસ ઇન્ડિયાના 30 પ્રતિભાશાળી લોકોમાં સ્થાન અપાવ્યું છે.
8) અમિત ભાદાના
યુટયુબ સ્ટાર અમિતનો જન્મ 7મી સપ્ટેમ્બર 1991ના રોજ થયો હતો. તેમની યુટયુબ ચેનલ Amit Bhadana છે. તેના 24 મિલિયન સબસ્ક્રાબર્સ છે. તેમના યુટયુબ વિડિયોઝમાં રોજબરોજની જીવનશૈલી, મિત્રો અને પરિવારના સભ્યો જોવા મળે છે. જેમાં તે પોતાના કોમેડી કોમિક ટાઇમિંગથી દર્શકોનું મનોરંજન કરે છે. તેમને ફક્ત યુટ્યુબ વિડીયો બનાવવાની ઇચ્છા નથી, પરંતુ તેઓ અક્ષય કુમાર અને આમિર ખાન જેવા કલાકારો પાસેથી પ્રેરણા લઈને કોમેડી શૈલીની ફીચર ફિલ્મોમાં સાહસ કરવા ઈચ્છે છે.
9) સંદીપ મહેશ્વરી
મોટિવેશનલ સ્પીકિંગ પર્સનાલિટી અને સફળ બિઝનેસમેન સંદીપ મહેશ્વરીને લોકો તેમના નામથી જ ઓળખી જાય છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર, 1980ના રોજ થયો હતો. તેમની બે યુટયુબ ચેનલ છે, જેમાં Sandeep Maheshwari અને Sandeep Maheshwari Spirituality છે, જેના 23.1 મિલિયન અને 1.45 મિલિયન સબસ્ક્રાબર્સ છે, જે કુલ મળીને 24.33 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. તેમણે વર્ષ 2000માં એક ફ્રિલાન્સર તરીકે ફોટોગ્રાફીની નોકરી શરૂ કરી હતી. વર્ષ 2003માં તેમણે માર્કટિંગની એક બૂક પણ લખી હતી અને વર્ષ 2006માં સ્ટોક ફોટોગ્રાફીની કંપની imagebazaar.com શરૂ કરી અને સફળ બિઝનેસમેન બન્યા. તેમણે યુટયુબ ચેનલની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. તેમની બીજી ચેનલ સંદીપ મહેશ્વરી સ્પિરિચ્યુઆલિટીની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. તેમની વિવિધ પ્રસિદ્ધિઓ માટે તેમને બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યંગ ક્રિએટિવ એન્ટોરપ્રિન્યોર એવોર્ડ અને એન્ટોરપ્રિન્યોર ઇન્ડિયા સમિટ દ્વારા વર્ષ 2013ના ક્રિએટિવ એન્ટોરપ્રિન્યોરનો એવોર્ડ મળ્યો હતો.
10) ટેકનિકલ ગુરૂજી
જયારે પણ ટેકનોલોજી બાબતે કે ગેજેટ ખરીદવાની વાત આવે ત્યારે રેફરન્સ વ્યુહ માટે સૌથી પહેલું નામ ટેકનીકલ ગુરૂજીનું આવે છે. ટેકનીકલ ગુરૂજી એટલે ગુરમીત ચૌધરીનો જન્મ 7મી મે 1991ના રોજ થયો હતો. તેઓ હાલમાં અલ ગુરૂ હૌદ, દુબઇ યુએઇમાં રહે છે. તેમણે વર્ષ 2015માં Technical Guruji તરીકે યુટયુબ ચેનલ શરૂ કરી હતી. જેમના સબસ્ક્રાબર્સ 22.1 મિલિયન છે, તેમની બીજી યુટયુબ ચેનલ વર્ષ 2017માં Gaurav Chaudhary ના નામે શરૂ કરી હતી, જેમના 5 મિલિયન સબસ્ક્રાબર્સ છે. ત્રીજી ચેનલ માર્ચ 2021માં ‘TG Shorts‘ ના નામે શરૂ કરી હતી, જેના 600+ મિલિયન સબસ્ક્રાબર્સ છે. તેઓ હિન્દી ભાષામાં સરળ રીતે ટેકનોલોજી, સ્માર્ટફોન, વ્યુહઝ, અને અનૂબોક્સિંગના વિડિયો અપલોડ કરે છે. ભારતમાં ગૌરવ ચોધરીની યુટયુબ ચેનલ ટેક શ્રેણીમાં સૌથી સફળ ચેનલ છે. ફોબ્સ ઇન્ડિયાની 30 પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં બે યુટયુબર્સમાંના તેઓ એક છે. જે ગર્વ અનુભવવા જેવી વાત છે.
11) ડો. વિવેક બિન્દ્રા
ભારતના મોટિવેશનલ સ્પિકર્સમાંના સૌથી લોકપ્રિય સ્પિકર ડો. વિવેક બિન્દ્રા છે. તેમની યુટયુબ ચેનલ Dr. Vivek Bindra: Motivational Speaker છે, જેના સબસ્ક્રાબર્સ 19.2 મિલિયન છે. તેમનો જન્મ 5મી એપ્રિલ 1978ના રોજ થયો હતો. તેમણે યુટયુબ ચેનલની શરૂઆત વર્ષ 2013માં કરી હતી. જ્યાં તેમના ભાષણો અને મોટિવેશનલ પોઝીટીવ થિંકિગના વિડિયો જોવા મળે છે. તેમની Global ACT અને BadaBusiness.com. નામની કન્સલ્ટિંગ એકેડમી પણ છે. તેઓએ 25 દેશોમાં ભાવિ નેતાઓને તાલીમ આપી છે. મારૂતિ સુઝુકી દ્વારા તેમને સતત 2 વર્ષ માટે શ્રેષ્ઠ કોર્પોરેટ ટ્રેનર તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે 10 બેસ્ટ મોટિવેશનલ બુક્સ પણ લખી છે. એટલું જ નહીં, લાયન્સ કલબના ઇન્ટરનેશનલ એસોસિએશન દ્વારા તેમને ભારતના શ્રેષ્ઠ પ્રેરક અને મુખ્ય વક્તા તરીકે પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
12) એમીવે બન્તાઇ
એમીવે બન્તાઇ ઉર્ફ બિલાલ શેખ “ગલી બોય” ફિલ્મના ગીત “અસલી હિપ હોપ” માટે જાણીતા બન્યા હતા. તે એક રેપર, સિંગર, ડાન્સર, લિરિસિસ્ટ, કોરિઓગ્રાફર અને મ્યુઝિશિયન છે. તેમનો જન્મ 23 નવેમ્બર, 1995ના રોજ બેંગલુરૂ, કર્ણાટકમાં થયો હતો. તેમની યુટયુબ ચેનલ Emiway Bantai છે, જેમના 17.8 મિલિયન સબસ્ક્રાબર્સ છે. તેમણે શરૂઆતમાં યુટયુબ પર પોતાના મોજશોખ માટે વિડિયો બનાવ્યા હતા. જે બાદમાં લોકોને ખૂબ પસંદ પડતા ફેમસ થઇ ગયા હતા. તેના વિડિયોમાં તેના રેપ સોંગ લોકોને ખૂબ ગમે છે. જેની ગંભીર નોંધ લેતા તેમણે ભારતીય રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં ઓડિશન પણ આપ્યું હતું. તેની સફળતા ટોચ પર ત્યારે પહોંચી જયારે તેમણે સડક અને ગલી બોય ફિલ્મમાં પોતાની આગવી પ્રતિભાની ઓળખ દુનિયાને કરાવી.
13) ફેક્ટચેઝ
પશ્ચિમ બંગાળના 20 વર્ષીય નાની ઉંમરના રાજેશ કુમાર Facttechz નામની યુટયુબ ચેનલ ચલાવે છે, જેમાં તેમણે 500થી વધુ વિડિયો બનાવ્યા છે. તેમના 17.5 મિલિયન સબસ્કાબર્સ છે. તેમની યુટયુબ ચેનલ પર રહસ્યમય સિદ્ધાંતો, સંસ્કૃતિ, ખગોળશાસ્ત્ર, ટેકનોલોજી, વૈજ્ઞાનિક તથ્યો વગેરે… સંબંધી જાણકારીઓ જોવા મળે છે. તેમના આ વિડિયોમાં તેમની પ્રેઝન્ટેશન અને યુનિક વોઇઝ ઓવરના કારણે ફેમસ છે.
14) ટ્રિગર્ડ ઇન્સાન
ટ્રિગર્ડ ઇન્સાન ઉર્ફ નિશ્ચય મલ્હાન દિલ્હી સ્થિત યુટયુબર છે, જેનો જન્મ 14મી નવેમ્બરના રોજ થયો હતો. તેમની ચેનલ Triggered Insaan નું શરૂઆતમાં Yes-Yes-Bhai હતું, જે તેણે પાછળથી બદલી દીધું. આ ચેનલ પર તે કોમેડી, રેન્ટસ અને રોસ્ટસના વિડિયો પોસ્ટ કરે છે. તેના 16.4 મિલિયન સબસ્ક્રાબર્સ છે. તેની બીજી ચેનલ Live Insaan છે, જેના પર તે ગેમિંગ વિડિયો પોસ્ટ કરે છે, જેના 9.24 મિલિયન સબસ્ક્રાબર્સ છે. જે કુલ મળીને 25.64 મિલિયન સબસ્ક્રાબર્સ ધરાવે છે. તે ફુલટાઇમ યુટયુબર છે. તેમની લોકપ્રિયતાનો શ્રેય તેમના પ્રખ્યાત હિન્દી ડાયલોગ “ઓહ ભાઈ…મારો મુઝે મારો!”ના કારણે ફેમસ બન્યા છે.
15) નિશા મધુલિકા
કુકિંગ વિડિયોઝમાં પોતાની આગવી “નમસ્તે”ની સ્ટાઇલ માટે પ્રખ્યાત નિશા મધુલિકા ફેમસ કુકિંગ યુટયુબ ચેનલ ચલાવે છે. તેમનો જન્મ 25મી ઓગસ્ટ 1959ના રોજ થયો હતો. તેઓ ઘણા વર્ષોથી યુટયુબ ચેનલ પર વિડિયો અપલોડ કરી રહ્યા છે, દર્શકોના પ્રેમ અને પ્રશંસાને કારણે આજે તેમણે આ સ્થાન મેળવ્યું છે. યુટયુબ પર Nisha Madhulika નામે કુકિંગ ચેનલ ચલાવે છે, જેના 12.7 મિલિયન સબસ્ક્રાબર્સ છે. યુટ્યુબ પ્લેટફોર્મમાં પ્રવેશતા પહેલા, વર્ષ 2007 માં તેણીએ ફુડ માટેના પોતાના પેશનને લઇને કુકિંગ બ્લોગ્સ લખ્યા હતા. તેણીની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો, તેમની યુટ્યુબ ચેનલને ટોચની શેફ કોફી ટેબલ બુકમાં દર્શાવવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણી પોતાના કુકિંગ વિડિયોઝમાં કોઇ પણ પ્રોડક્ટસને પ્રમોટ કરતી નથી. કારણ કે તેણી માને છે કે તેણી તેના દર્શકો માટે વાસ્તવમાં જે ઉપયોગી પ્રોડક્ટસ હશે તેના વિશે જણાવશે.
નિષ્કર્ષ
જીવન એ કોઈ યુદ્ધનું મેદાન નથી કે દોડધામ નથી કે કયો વ્યવસાય પ્રચલિત છે અથવા આપણી આસપાસના લોકો શું કરી રહ્યા છે, તે જાણીને આપણે પણ તે કરવા લાગીએ. તેના બદલે, તમારું હૃદય શું કહે છે, શું કરવા માટે પ્રેરે છે તે જ કરવું એ એક સુવર્ણ અવસર છે. આમ કરવાથી તમને ખુશી મળશે અને કામનો બોજ લાગશે નહીં, છતાં તમે પ્રાપ્ત કરેલી દરેક સફળતા કે માઈલસ્ટોન પર તમને ટોચ પર પહોંચાડીને સિસ્ટમનો એક ભાગ તો બનાવી જ દે છે.
થિંક્સ બોક્સ
એપ્રિલ 2022 સુધીમાં, ભારત અત્યાર સુધીમાં સૌથી વધુ YouTube પ્રેક્ષકો ધરાવતો દેશ છે, જેમાં લગભગ 467 મિલિયન યુઝર્સ લોકપ્રિય સોશિયલ વિડિયો પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.
બોક્સ: ભારતના આ ટોચના યુટ્યુબર્સ પાસેથી પ્રેરણા લો કે જેઓ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે, તેમની અંગત નિષ્ફળતાઓ તેમના જીવનનો ભાગ હતો પરંતુ તેઓએ ક્યારેય તેમના સપનાને તેની અસર થવા દીધી નથી. તેથી જ આપણે તેમને આટલા સફળ જોઈ શકીએ છીએ જે તેમની મહેનત, સમર્પણ, જુસ્સો અને તેને હાંસલ કરવા માટે તેમની લગનનું જ પરિણામ છે.