સુખના દાતા શુક્ર 6 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. રાહુ પહેલાથી જ આ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં શનિની રાશિ કુંભમાં રાહુ-શુક્રની યુતિ બનવા જઈ રહી છે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. તેથી, તેની ચાલ સીધી લોકોના વ્યક્તિત્વ અને જીવન પર અસર કરે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે, 6 ફેબ્રુઆરીના રોજ જ્યારે કુંભ રાશિમાં શુક્ર અને રાહુની યુતિ થશે ત્યારે અહીં અપાર ધન યોગનું નિર્માણ થશે. આ શુભ યોગ ત્રણ રાશિઓ માટે સારા સંકેતો આપી રહ્યો છે. આ શુભ યોગ 2 માર્ચ સુધી બન્યો રહેશે.
- Advertisement -
મેષ રાશિ
શુક્ર અને રાહુના યુતિથી બનેલો અપાર ધન યોગ તમારી આવકમાં વધારો કરવાનો માર્ગ ખોલી શકે છે. તમને કમાણીના નવા સ્ત્રોત મળી શકે છે. મેષ રાશિ પર હાલમાં શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. તેમ છતાં અપાર ધન યોગ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. બિઝનેસમેનને નફામાં વધારો જોવા મળશે. નોકરી કરતા જાતકોનું કિસ્મત પણ પલટી જશે. પરિવાર અને વડીલોનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.
વૃશ્ચિક રાશિ
- Advertisement -
વૃશ્ચિક રાશિ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. પ્રોપર્ટી અથવા શેર બજાર વગેરે મામલે લાભની વધુ શક્યતા રહેશે. નોકરી અને બિઝનેસ બંનેમાં પ્રગતિના સંકેત મળી રહ્યા છે. જે લોકો પોતાનું કામ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે, તેમના માટે આ સમ અનુકુળ રહેશે. લોન અથવા ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. જ્યાં સુધી યોગ બન્યો રહે છે ત્યાં સુધી તમે કોઈ સારી યોજનામાં રોકાણ કરી શકો છે, જે લાંબા ગાળે તમારા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર સાડાસાતીનો ત્રીજો એટલે કે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શુક્ર અને રાહુના યુતિથી બનેલો અપાર ધન યોગ તમારા લગ્ન ભાવમાં જ બની રહ્યો છે. આવી સ્થિતિમાં તેનો સૌથી વધુ લાભ તમને જ મળશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત વિકસિત થઈ શકે છે. કોઈ જૂનું રોકાણ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ વધશે. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. ઘર, વાહન અથવા કોઈ નવી પ્રોપર્ટી ખરીદી શકો છો.




