આજે થશે ગુજરાતના વિવિધ 18 જિલ્લાઓમાં મોકડ્રિલ
આજના દિવસે ગુજરાતના વિવિધ શહેરોમાં મોકડ્રિલ યોજાશે. જેની આગોતરી તૈયારીઓ કરવામાં આવેલ છે. મોકડ્રિલ દરમિયાન અલગ અલગ જગ્યાએ સાયરન વાગશે, જેનાથી ડરવાની જરૂર નથી. સાયરન એ બ્લેક આઉટની પ્રેક્ટિસ છે. બ્લેક આઉટ થતા અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે.
- Advertisement -
મોકડ્રિલ ગાઇડલાઇન દ્વારા અમુક નિયમો બહાર પાડવામાં આવ્યા
જે અંતર્ગત ઘરો અને દુકાનોની લાઇટ્સ અને પડદાઓ બંધ રાખવાના રહેશે. અંધારપટના સમય દરમ્યાન તમામ સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ રહેશે. બ્લેકઆઉટના સમયે હરવા ફરવાનું ટાળવું અને લિફ્ટનો ઉપયોગ ન કરવો. બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. મોકડ્રિલની ગાઇડલાઇન મુજબ હોસ્પિટલોમાં આ કાયદાઓ લાગુ પડશે નહિ. તે અંગે અલગ સૂચનાઓ આપવામાં આવી છે.
18 જિલ્લાઓમાં સમાન સમય નથી
- Advertisement -
બ્લેકઆઉટનો સમય 18 જિલ્લાઓમાં એક રાખવામાં આવ્યો નથી. પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એમ ત્રણ ભાગોમાં જિલ્લાઓને વહેંચીને બ્લેક આઉટનો સમય નિર્ધારિત કરાયો છે. રાત્રે સાડા સાતથી આઠ વાગ્યા સુધી પૂર્વ જિલ્લાઓમાં બ્લેકઆઉટનો સમય રહેશે, જેમાં ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપીનો સમાવેશ છે. રાત્રે આઠ થી સાડા આઠ વાગ્યા સુધી પશ્ચિમ જિલ્લાઓ જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, મોરબીમાં બ્લેકઆઉટનો સમય રહેશે. ત્યારબાદ રાત્રે સાડા આઠ થી નવ વાગ્યા સુધી મધ્ય ભાગના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં બ્લેક આઉટ રહેશે.