હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે દેવાધિદેવની આરાધના કરવાથી તમામ ઇચ્છિત ફળ મળે છે. આ દિવસે પૂજા સાથે વ્રત રાખવાનું પણ વિશેષ મસહત્ત્વ છે. જો આ દિવસે ઉપવાસ કરવાની સાથે લોકો શક્કરિયા પણ ખાય છે એ તમે જાણતા હશો. પણ આની પાછળ કારણ શું છે તે જાણો છો?
ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો અને તેમની ભક્તિ કરવાનો પર્વ એટલે મહાશિવરાત્રિ. આ દિવસ દરેક હિન્દુઓ ખૂબ ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવે છે. ભગવાન શિવને ભોળાનાથ કહેવાય છે અને એમ માનવામાં આવે છે કે મહાદેવ ભોળાનાથને માંથી યાદ કરો અને જળ અભિષેક કરો તો પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે લોકો વ્રત રાખે છે, પૂજા કરે છે અને ખાસ આ દિવસે તમે જોયું હશે અને તમે પણ કદાચ શક્કરિયા ખાસ ખાતા હશો. તો તમારા ઘરે શક્કરિયા આવી પણ ગયા હશે તો ચાલો જાણીએ કે શું છે આજના દિવસે શક્કરિયા ખાવાનું મહત્ત્વ.
- Advertisement -
શક્કરિયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે પોષક તત્વોથી ભરપુર હોય છે. શક્કરિયામાં વિટામીન A, પોટેશિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે કેલ્શિયમ ફોલેટ અને વિટામીન E થી ભરપૂર હોય છે. ખાસ શક્કરિયા પચવામાં હલકા હોય છે. શિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે તે માટે શક્કરિયા ખાવામાં આવે છે. જોકે આ દિવસે જ નહી પણ શિયાળામાં શક્કરિયા વધુ મળે છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આથી તેને ખાવામાં આવે છે.
ત્યારે ચાલો જાણીએ તેનાથી શું ફાયદા થાય છે.
પોષક તત્વોથી ભરપૂર
- Advertisement -
શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી6 જેવા જરૂરી પોષક તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
મજબૂત એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો
શક્કરિયામાં બીટા-કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ઓક્સિડેટીવ તણાવ અને વિવિધ ક્રોનિક રોગોથી બચાવવામાં મદદ કરે છે.
આંખો માટે ફાયદાકારક
શક્કરિયામાં વિટામિન એ જોવા મળે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ખાસ કરીને નબળી દ્રષ્ટિના કિસ્સામાં મદદ કરી શકે છે.
પાચનશક્તિ વધારે છે
શક્કરિયામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
બ્લડ સુગર નિયંત્રિત કરે
શક્કરીયામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેનો અર્થ છે કે તે લોહીમાં સુગરના લેવલમાં ઝડપથી વધારો કરતું નથી. તે ડાયાબિટીસ ધરાવતા લોકોને તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે
શક્કરિયામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં અને સ્ટ્રોક અને હૃદય સંબંધિત રોગોના જોખમોને ઘટાડવામાં મદદ કરે છે.
વજન નિયત્રિંત કરે
શક્કરિયા પૌષ્ટિક અને ભરપૂર હોય છે. તે ફાઈબરથી ભરપૂર હોય છે એટલે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે માટે વજન ઉતારવામાં મદદરૂપ છે.
ત્વચા
શક્કરિયામાં વિટામિન C અને Eનું ઉચ્ચ સ્તર કોલેજન ત્વચાને સ્વસ્થ રાખે છે. અને સન ડેમેજ અને કરચલી થતાં પણ ત્વચાને રોકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
શક્કરિયામાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે.
(આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)