વેટ લોસ કરવા માટે અને ફીટ રહેવા માટે ખાલી પેટ જો તમે કોફીનાં રૂટીનને ફોલો કરો છો, તો એ પહેલા આ જાણીલો કે કોફી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. આવો જાણીને કોફીથી થતા નુકસાનો વિશે
ઊંઘ ન આવવી
કોફી કે ચામાં કેફેન હોય છે અને જો તમે તે વધારે માત્રામાં લો છો, તો ઊંઘ આવવાની સિસ્ટમ ડીસ્ટર્બ થઇ જાય છે. કેફેન આપણી હેલ્થને પણ ઘણા પ્રકારના નુકસાન પહોંચાડે છે. જો તમે બ્લેક કોફી પીવાનું પસંદ કરો છો, તો તેને ઓછી માત્રામાં લો.
- Advertisement -
ઇનડાયજેશન
ઘણા રીસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો ખાલી પેટે બ્લેક કોફી લે છે, તેમના ડાયજેશન સીસ્ટમ પર અસર પડે છે. જો તમે ફીટ રહેવા માટે બ્લેક કોફી લો છો, તો સ્પેશીયાલીસ્ટ પાસેથી સલાહ લઈને જ તેનુ સેવન કરો.
હાઈ શુગર
શું તમે જાણો છો કે ખાલી પેટે કોફી પીવાથી બ્લડ શુગર લેવલ પણ ડીસ્ટર્બ થઇ જાય છે. એક્સ્પર્ટસ અનુસાર, કોફીમાં હાજર કેફેન શરીરમાં ઇન્સ્યૂલીનનાં લેવલને ઘટાડે છે. ઇન્સૂલીનનું સ્તર બગડશે, તો શુગર લેવલ પણ બગડી શકે છે.
- Advertisement -
બ્લડ પ્રેશર
જે લોકોને હાઈ બીપીની સમસ્યા છે, તેમણે તો ભૂલથી પણ ખાલી પેટે બ્લેક કોફી ન પીવી જોઈએ. કોફીમાં હાજર કેફેન શરીરમાં બીપીનાં લેવલને ડીસ્ટર્બ કરે છે. રોજીંદા કોફી પીવાની જગ્યાએ ઓછી માત્રામાં કોફીનું સેવન કરવું જોઈએ.