બેના બદલે અઢી વર્ષે પૂરા થનારા 129 કરોડના એલીવેટેડ બ્રીજનું કલર જેવું કામ પણ સપ્તાહમાં પૂર્ણ
સૌથી મોટા બ્રીજના લોકાર્પણની તૈયારી શરૂ કરતા શાસકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના કાલાવડ રોડની ગંભીર ટ્રાફિક સમસ્યા હળવી કરવા બનાવવામાં આવેલા બ્રીજ પરના એેલીવેટેડ બ્રીજનું કામ પુરૂ થવાની તારીખ અંતે આવી ગઇ છે. આ બ્રીજ સંપૂર્ણ તૈયાર કરીને તા.10ના રોજ કોન્ટ્રાકટર કંપની મહાપાલિકાને સોંપી દેશે તેવી પત્રથી સત્તાવાર જાણ કરતા શાસકોએ ઉદઘાટનની તૈયારી શરૂ કરી દીધી છે. હવે આજે અથવા આવતીકાલે બ્રીજના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને નિમંત્રણ મોકલવામાં આવશે તેવું આજે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેકેવી હોલ ચોકમાં 129.53 કરોડના ખર્ચે આ બ્રીજનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો હતો.
- Advertisement -
કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કુલ પૂર્વે જયમલ પરમાર માર્ગથી સીધા કેકેવી ચોકને વટાવતા અને બીજી તરફ કોર્પો.ના સ્વીમીંગ પુલ ખાતે પૂર્ણ થતા આ બ્રીજનું કામ તા.21-1-21ના રોજ આપવામાં આવ્યું હતું અને કામ પૂર્ણ કરવાની અંતિમ તા.20-1-23 હતી. આ બાદ કોરોના સહિતના કારણોથી બ્રીજનું કામ લંબાતું ગયું હતું. બે ચોમાસા પણ પસાર થઇ ગયા હતા. આ સિવાયના કારણોથી પણ કામમાં ઢીલ રહેતી હોય, અધિકારીઓ અને પદાધિકારીઓએ જાતે મીટીંગ કરીને એજન્સીને નોટીસ આપી હતી.