કેળવણી નિરીક્ષકે સદાદિયા વિરૂદ્ધ ફરિયાદ કરવાની માંગેલી મંજૂરીનો કિરીટ પરમાર જવાબ આપતાં જ નથી
ગત મહિને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા વિરુદ્ધ મહિલા આયોગ કે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટે રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર પાસે લેખિતમાં મંજૂરી માંગી હતી. આમ છતાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા આજ દિન સુધી મહિલા કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા વિરુદ્ધ મહિલા આયોગ કે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા મંજૂરી આપવામાં આવી નથી. રાજકોટ શિક્ષણ સમિતિમાં કૌભાંડો આચરવામાં માટે પંડિત અને પરમાર દ્વારા તેમના અંગત મનાતા સદાદિયાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
જે કોઈ વ્યક્તિ કૌભાંડો સામે અવાજ ઉઠાવે તેને ડામી દેવાની ભૂંડી કાર્યપદ્ધતિ!
કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટની ઈમાનદારી અને કાર્યનિષ્ઠા અતુલ પંડિત, પરમાર, સદાદિયાને બહુ જ કઠે છે…
ઉલ્લેખનીય છે કે, ખાસ-ખબર દ્વારા શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના ગેરવહિવટને છેલ્લા કેટલાંક સમયથી સતત ઉજાગર કરવામાં આવી રહ્યા છે. ખાસ-ખબરની આ મુહિમ બાદ રાજકોટ શિક્ષણ સમિતિના દૂષણ સમાન અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાના માનસિક-શારીરિક ત્રાસ સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો કર્યો છે. શિક્ષણ સમિતિના સભ્યોથી લઈ તેની સાથે જોડાયેલાઓ સૌ કોઈએ હવે અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની તાનાશાહી સામે બાયો ચઢાવી છે. દરમિયાન કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા દિનેશ સદાદિયાએ શાળા નં.93માં કરેલી દાદાગીરીનો રિપોર્ટ શાસનાધિકારી કિરીટ પરમારને સોંપ્યા બાદ પણ દિનેશ સદાદિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી કિરીટ પરમાર આપી રહ્યા નથી. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર તેના માનીતા દિનેશ સદાદિયાને બચાવવા માટે પૂર્વીબેન ઉચાટના રિપોર્ટનું ખોટું અર્થઘટન કરી ગોળગોળ વાતો અને અશોભનીય વ્યવહાર કરી રહ્યા છે. એકંદરે પંડિત, પરમાર અને સદાદિયાની ત્રિપુટી શિક્ષણ સમિતિમાં પોતાની મનમાની ચલાવી કૌભાંડો કરી શકે તે માટે એકબીજાની ભૂલોને છાવરી રહ્યા છે.
- Advertisement -
શાળા નં.93ના મહિલા આચાર્ય બાદ મહિલા કેળવણી નિરીક્ષકને હેરાન-પરેશાન કરવાનું પંડિત-પરમારનું લક્ષ્ય
કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા દિનેશ સદાદિયા વિરુદ્ધ કાયદેસર પગલાં ભરવાની માંગવામાં આવેલી મંજૂરી બાદ રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે દિનેશ સદાદિયા વિરુદ્ધ કાયદેસર પગલાં ભરવાની જગ્યાએ પૂર્વીબેન ઉચાટને જ કારણદર્શક નોટિસ ફટકારી દીધી હતી. એટલું જ નહીં, પૂર્વીબેન દ્વારા સોંપાયેલા ખાનગી રિપોર્ટની જાણ તેણે પોતાના સાથીદાર દિનેશ સદાદિયાને કરી હતી. પરિણામસ્વરૂપે દિનેશ સદાદિયા દ્વારા પૂર્વીબેન ઉચાટને હેરાન-પરેશાન કરવાના શરૂ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પોતાની કેબિનમાં બોલાવી શાળા નં.93ના મહિલા આચાર્યને હેરાન-પરેશાન કર્યા બાદ હવે મહિલા કેળવણી નિરીક્ષકને હેરાન-પરેશાન કરવાનો પંડિત-પરમારનો લક્ષય છે. જોકે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ પંડિત, પરમાર અને સદાદિયા જેવા દૂષણોથી ડરીને પીછેહટ કરશે એવું લાગતું નથી.
પ્રિન્સિપાલ વનિતા રાઠોડને જે રીતે ખખડાવ્યા તેનાં ઘેરા પ્રત્યાઘાતો
શાળા નંબર 93નાં મહિલા પ્રિન્સિપાલ વનિતા રાઠોડને તાજેતરમાં શાસનાધિકારી કિરીટ પરમાર, અતુલ પંડિત વગેરે જેવાં છ-છ લડધાઓએ કેબિનમાં બોલાવી ખખડાવી નાખ્યાં હતાં અને જાત-જાતની ધમકીઓ આપી હતી. વનિતાબેનનો વાંક એટલો જ છે કે, તેઓ સત્ય બોલે છે. એક મહિલા પર ભૂખ્યા વરૂની જેમ તૂટી પડવાની આ હરકત બદલ પંડિત એન્ડ ગેન્ગની ભારે ટીકા થઈ રહી છે અને તેમનાં પર ફિટકાર વરસી રહ્યો છે.
એક અધિકારીને એવી ટેવ… મહિલા ભાળે ત્યાં થઈ જાય પાણી-પાણી!
રાજકોટ શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક અત્યંત વિવાદાસ્પદ અધિકારી આર્થિક કૌભાંડ તો કરે જ છે પરંતુ એ ભયંકર હદે ઢીલી નાડીનો છે. આ અધિકારી અનેક શિક્ષિકાઓનું શોષણ કરતો હોવાની ભારે ચર્ચા છે. કહેવાય છે કે, એક કૂખ્યાત શખ્સ આ અધિકારી માટે સપ્લાયર તરીકેનું કામ કરે છે. ચર્ચા તો એ હદની છે કે, આ હવસખોર શખ્સ મહિલા સફાઈ કામદારો પ્રત્યે પણ કૂદૃષ્ટિ રાખે છે. આવા તત્ત્વોને પણ કરોડરજ્જુ વગરના અતુલ પંડિત છાવરી રહ્યા હોવાનો આક્ષેપ વારંવાર થાય છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટને તા. 28/08/2022ના રોજ શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. 93નો શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યોનો અહેવાલ આપવા જણાવ્યું હતું અને આ સંદર્ભે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા જરૂરી તપાસ અને નિવેદન નોંધી શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા વિરુદ્ધ શિક્ષણ સમિતિનું નબળું ચિત્ર રજૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે વહિવટી આચાર સહિતના તથા મુંબઈ પ્રાથમિક ધારાના નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અને શિક્ષકોને ઉશ્કેરી ગેરમાર્ગે દોરવા માટે શિસ્તભંગ સહિતના પગલાં ભરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
શિક્ષણ સમિતિના સત્તાધીશો દ્વારા થતાં કૌભાંડો અને આચાર્યો-શિક્ષકોને આપવામાં આવતા ત્રાસ અંગે ને મો.નં. 76982 11111 પર જાણ કરો. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.