વિિંાંત://િશિંસજ્ઞક્ષબફીલસફફિષફ.ભજ્ઞળ/ પર ‘ત્રિકોણ બાગ કા રાજા’ના દર્શન અને કાર્યક્રમ નિહાળી શકાશે
સાયબર અવેરનેસ, સ્ત્રી અને બાળકો પર થતાં અત્યાચારો અંગે જાગૃતિ અભિયાન અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પરિવાર પર આવી પડેલી વિપદાના નિર્વિધ્ને નિવારણ માટે આજથી બરાબર ર7 વર્ષ પહેલાં રાજકોટના એક પરિવારે ગણપતિ સ્થાપનની માનતા માનેલી, જે ફળીભૂત થતાં સ્વગૃહે ગણપતિ સ્થાપન કરવાના બદલે શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે પૂરા ભક્તિભાવ અને આસ્થા સાથે ર.પ ફૂટની ઊંચાઈના માનતાના ગણપતિની સ્થાપના-પૂજન ર્ક્યું હતું. સમય જતાં એ પારિવારિક ગણપતિ સ્થાપના સૌરાષ્ટ્રના સૌપ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરિવર્તન પામ્યું. એ ગણેશ મહોત્સવ એટલે લાખો આસ્થાળુના કેન્દ્રસમા ‘ત્રિકોણબાગ કા રાજા.’ આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તા. ર7-8-ર0રપથી તા. 6-9-ર0રપ સુધી સ્થાપિત થનારા ‘ત્રિકોણબાગ કા રાજા’નું ર7મું વર્ષ છે. 1999ની સાલમાં ત્રિકોણબાગ ચોકમાં એક લીમડાના વૃક્ષ્ા હેઠળ નાનકડા મંડપમાં સ્થાપિત કરેલી અઢી ફૂટની ઊંચાઈની માનતાના ગણપતિએ વર્ષોવર્ષ આસ્થાનું એવું મોટું વટવૃક્ષ્ા ખડુ ર્ક્યું કે ર019ની સાલમાં સ્થાપિત કરેલી અત્યાર સુધીની સૌથી મોટી 17 ફૂટની ઊંચાઈની મૂર્તિએ બાપાના ભક્તોની આસ્થાને પણ વિરાટ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી. જે ઉત્તરોત્તર વધતા વધતા આ ર7માં વર્ષે માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ ભારતભરમાં માનતાના ગણપતિના નામે લાખો લોકોના મનની મુરાદ પૂરી કરી રહ્યું છે. સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં માત્ર ગણેશવંદના જ નહીં પણ 10-10 દિવસ સુધી નિત્ય સામાજિક, શૈક્ષ્ાણિક, આરોગ્ય વિષયક વિવિધ પ્રકલ્પો સાથે તેમજ નિર્મળ અને માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રણેતા પણ ત્રિકોણબાગ કા રાજા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ઈસ્કોન ધૂન-કીર્તન, સંતો-મહંતોના વરદહસ્તે મહાઆરતી, ગણેશવંદના (નૃત્યનાટિકા), લોકડાયરો, મ્યુઝિકલ શો, બાળકોના શ્ર્લોક ગાન, બાળકો દ્વારા સામૂહિક હનુમાનચાલીસા પઠન, ભક્તિસંધ્યા, નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, મહા રક્તદાન કેમ્પ, શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, ગેમ શો, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા તેમજ સાયબર અવેરનેશ, સ્ત્રી અને બાળકો પર થતાં અત્યાચાર અંગે અવેરનેશ તેમજ વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે. જાહેર જનતા માટે ડાંડિયારાસ સ્પર્ધા સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.
ઉક્ત તમામ આયોજન માટે ઝાઝા હાથ રળિયામણાની પરંપરામાં દ્દઢ વિશ્ર્વાસ વ્યક્ત કરતી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મક્વાણા, નિખીલ નિમાવત, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુક્યિા, આશિષ કામલીયા, અભિષેક કાચા, ધવલભાઈ, કૃણાલ મિસ્ત્રી, વિનય ટાંક, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મક્વાણા, ધવલ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, બલરામ ચૌહાણ, વિવેક સોંદરવા અને ધુવક ભટ્ટ સહિતના સેવાભાવી સદસ્યો સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા છેલ્લા એકાદ માસથી ફાઉન્ડર જિમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ ત્રિકોણબાગ ભારે જહેમત ઉઠાવી રહી છે. સાર્વજનિક ગણેશ મહોત્સવની વિશેષ માહિતી, નિત્ય આયોજિત થતાં વિવિધ કાર્યક્રમોની જાણકારી કે અન્ય સેવા કાર્યોની માહિતી માટે વોટ્સએપ નંબર (94ર6ર011ર0) વોઈસ કોલ માટે મો.નં. (99ર40 99ર41) અથવા ઈમેલ આઈ.ડી. (trikonbaugkaraja@gmail.com) પર સંપર્ક કરી શકાય છે. શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં પધારવા ત્રિકોણબાગ કા રાજા સમિતિ અને જિમ્મીભાઈ અડવાણીએ ધાર્મિક અનુરાગીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
શ્રેણીબદ્ધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષ્ાી આયોજનોની વણજાર
તા. ર7-8-ર0રપ – બુધવારે સવારે 10-30 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના, સાંજે 7-00 કલાકે ઈસ્કોન મંદિર દ્વારા કીર્તન ધૂન, રાત્રે 8-1પ કલાકે પ્રથમ આરતી સંતો-મહંતો, દિવ્યાંગ બાળકો દ્વારા અને રાત્રે 9-00 કલાકે ગણેશ વંદના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
તા. ર8-8-ર0રપ – ગુરૂવારે રાત્રે 9-00 કલાકે સાહિત્ય રંગરથ (દિપક જોશી, હર્ષલ માંકડ, મયુર ચૌહાણ, ભરતદાન ગઢવી, વિરલ તિરગર દ્વારા પ્રસ્તુત)
તા. ર9-8-ર0રપ – શુક્રવારે રાત્રે 9-00 કલાકે શ્રીનાથજી સત્સંગ, ભક્તિ સંગીત.
તા. 30-8-ર0રપ – શનિવારે સાંજે પ-30 કલાકે નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા / સમૂહ હનુમાનચાલીસા પાઠ, રાત્રે 9-00 કલાકે સ્કૂલ બાળકો દ્વારા ભવ્ય ડાન્સ – ટેલેન્ટ શો / ગેમ શો.
તા. 31-8-ર0રપ – રવિવારે સાંજે પ-00 કલાકે રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ – વોકાર્ડ હોસ્પિટલના સહયોગથી.
તા. 31-8-ર0રપ – રવિવારે રાત્રે 9-00 કલાકે મેહુલ રવાણી પ્રસ્તુત તેરી ભક્તિ – તેરી મહિમા (ભક્તિ સંધ્યા)
તા. 1-9-ર0રપ – સોમવારે રાત્રે 9-00 કલાકે હાસ્યનું વાવાઝોડું.
તા. ર-9-ર0રપ – મંગળવારે રાત્રે 9-00 કલાકે રૂચિર જાની પ્રસ્તુત ક્રાંતિ બેન્ડ શો (કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા)
તા. 3-9-ર0રપ – બુધવારે રાત્રે 9-00 કલાકે ભવ્ય લોકડાયરો (વિશાલ વરૂ પ્રસ્તુત)
તા.4-9-ર0રપ – ગુરૂવારે રાત્રે 9-00 કલાકે રામ નામ કે હીરેમોતી / ભવ્ય રામ દરબાર.
તા. પ-9-ર0રપ – શુક્રવારે સાંજે પ-30 કલાકે સત્યનારાયણ દેવની કથા (જાહેર જનતા માટે)
તા. પ-9-ર0રપ – શુક્રવારે રાત્રે 9-00 કલાકે જનતા માટે ડાંડીયા રાસ સ્પર્ધા / સન્માન સમારોહ.
તા. 6-9/ર0રપ – શનિવારે સવારે 10-30 કલાકે પૂર્ણાહુતિ પૂજન (સમાપન વિધિ) બપોરે 1ર-30 કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદળ નદી તરફ ગણપતિ વિર્સજન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
- Advertisement -