ટંકારા લઈ જઈ ચાર શખ્સો લોખંડના પાઇપ ઝીકિ બંનેના હાથ-પગ ભાંગી નાખ્યા
આજી ડેમ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કોઠારીએ રોડ ઉપર આવેલ કૈલાસ પાર્કમાં રહેતા અને પ્લંબરનું કામ કરતાં ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ ઉ.29એ ટંકારાના બાબુ વિરાભાઈ ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકાભાઈ ઝાપડા અને સાહિલ શાહમદાર સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અપહરણ કરી હાથ-પગ ભાંગી નાખવા મુદે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે દોઢેક વર્ષ પૂર્વે ટંકારાના જબલપુર ગામે રહેતા બાબુભાઇ વિરાભાઈ ઝાપડાના બંગલાનું મે કામ રાખ્યું હતું અને ફર્નિચરનું કામ પ્રશાંતને આપ્યું હતું ગઇકાલે હું આજી ડેમ ચોકડી પાસે મારી કાર સર્વિસ કરાવતો હતો ત્યારે હકાભાઈ આવેલ અને કહેલ કે તને બાબુભાઇ બોલાવે છે તેમ કહેતા હું ત્યાં જતાં બાબુભાઇએ કહેલ કે પ્રશાંતનો હિસાબ કરવો છે ગાડીમાં બેસીજા મે ના પાડતા હકો અને લાલાએ મને ધક્કો મારી ગાડીમાં બેસાડી દીધો હતો અને મારી કાર બંનેએ ચલાવી લીધી હતી.
- Advertisement -
કારમાં પ્રશાંત બેઠો હતો તેના ફોનમાંથી ફોન કરતાં મારા બનેવી ભગીરથભાઈ વ્યાસ અને મિત્ર વિપુલભાઈ પામભરને ફોન કરતાં બંને આવ્યા હતા અને રેલનગરમાં ગાડી ઊભી રખાવી હતી ત્યાં મારી કાર બંનેને આપી દીધી હતી અને ટંકારાના જબલપુર ગામે રામવાડી પાસે કાર ઊભી રાખી હતી ત્યાં સાહિલ ઊભો હતો કારમાંથી લોખંડના પાઇપ કાઢી અમને બંનેને હાથ-પગમાં માર માર્યો હતો લોહી નીકળવા લાગતાં મારા બનેવી અને મિત્રને ગાડીમાંથી ઉતારી આ બંનેને હોસ્પિટલે લઈ જાવ તેમ કહી જતાં રહ્યા બાદ 108 મારફત ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અને ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.