ઘરેથી સાયકલ લઇને નીકળ્યાં બાદ ગુમ,
ફોન રસ્તામાંથી મળ્યો, શોધખોળ શરૂ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જલારામ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો એક તરૂણ ગતરાત્રે સાડા નવ વાગ્યા આસપાસ ઘરેથી સાયકલ લઇને નીકળ્યો બાદ ગુમ થયો છે.તરૂણનો ફોન તળાવ દરવાજ પાસે રસ્તા પરથી મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તરૂણનાં પિતાએ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના જલારામ સોસાયટીમાં વિસ્તારમાં આવેલા નર્મદેશ્ર્વર મંદિર પાસે આવેલા રિદ્વિ ટાવરમાં રહેતો અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતો મનન દિપશભાઇ જોશી (ઉ.વ. 15) ગતરાત્રે સાડા નવ વાગ્યે ઘરેથી ચકકર મારવા કહીને સાયકલ લઇને નીકળ્યો હતો. બાદમાં તે મોડે સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ શરૂ કરવામાં અવી હતી. આ દરયિમાન તળાવ નજીકથી તેનો ફોન મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી મોબાઇલની કોલ ડિટેઇલ મંગાવી તરૂણની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ હજુ સુધી તેની કોઇ ભાળ મળી ન હતી. આ અંગે મનનનાં પિતા દિપશભાઇ જોષીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાનાં પુત્રનું કોઇ અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.