સગીરાનું અપહરણ કરનાર બે નરાધમ શખ્સો ઝડપાયા
CCTV ફૂટેજ આધારે જય સુખાનંદી અને રિયાઝ ઝડપાયા
- Advertisement -
પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની વાત નકારાતી સગીરા
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર ધો.11માં અભ્યાસ કરતી એક સગીરાને ગઇકાલે સવારે તેની બહેનપણી સાથે શાળાએ જતી હતી ત્યારે એક સફેદ શિલ્વર કલરની સ્વીફટ કાર આવીને સગીરાનું અપહરણ કર્યુ હતુ. વિસાવદરની મુખ્ય બજારમાંથી અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ત્યાર બાદ આ ઘટના મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી હતી.
વિસાવદરની સગીરા સાથે જય મયુર સુખાનંદી સાથે વોટસેપ પર મેસેજ દ્વારા વાતો થતી હતી. ત્યારે જય મયુર સુખાનંદી અને તેનો સાથી મિત્ર રિયાઝ સલીમ નાઘોરી બંન્ને વિસાવદર કાર લઇને પહોંચ્યા હતા અને સગીરા સ્કુલે જતી હતી ત્યારે કારમાં સગીરાની મરજી વિરૂઘ્ધ અપહરણ કર્યુ હતુ. આ મામલે પોલીસને જાણ થતા તૂરંત ટેકનોલોજી ર્સોસના માઘ્યમથી કારને ટ્રેસ કરીને સગીરાને અને બંન્ને આરોપીને ઝડપી આડવામાં આવ્યા હતા અને સગીરાનો છુટકારો કરી પરિવારને સોંપવામાં આવેલ. આ સમગ્ર ઘટના મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે, સગીરાનો છુટકારો થતા પોલીસ પુછપરચ્છમાં સગીરાએ જણાવ્યુ હતુ કે, તેને જય મયુર સુખાનંદી સાથે વોટસએપ માઘ્યમથી વાતચીત થતી હતી પણ તેનું મરજી વિરૂઘ્ધ અપહરણ થયાનું સામે આવ્યુ હતુ. જયારે આ અપહરણમાં મદદગારી કરનાર રિયાઝ સલીમ નાઘોરી રહે.જૂનાગઢ વાળાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જયારે પોલીસના પ્ર્રાથમિક પુછપરછમાં દૂષ્કર્મની વાત સગીરાએ નકારી હતી. જયારે આ બાબતે કોર્ટ મંજૂરી બાદ સગીરાનો મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે. વિસાવદરમાં વ્હેલી સવારે ત્રણ વિદ્યાર્થીની શાળાએ જતા સમયે બનેલી અપહરણની ઘટના મામલે પોલીસે ગંભીરતા પૂર્વક ઘ્યાને લઇ પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને મોબાઇલ ટ્રેક તેમજ કારને ટેકનીકલ ર્સોસના માઘ્યમથી અપહરણ કરનાર જય સુખાનંદી અને મદદગારી કરનાર રિયાઝ સલીમ નાઘોરી રહે.બંન્ને જૂનાગઢવાળાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
આ અંગે પોલીસે બંન્ને ઝડપી કયાં કયાં લઇ ગયા હતા અને હજુ આમા કોઇની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે. અને સગીરા સાથે દુષ્કર્મ થયુ છે કે, નહીં તેની કોર્ટ મંજૂરી બાદ મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.