કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના PST S.R. વળવીની ટીમની કુશળતાથી આરોપી પકડાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર.વળવીની સરાહનીય કામગીરી સામે આવી છે. ગત તારીખ 24/1/2023 ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી કે સોખડા ગામ ખાતે રહેતી સગીરવયની બાળકીનું રાજકોટ ખાતે કામ કરતો ઓરિસ્સા રાજ્યનો યુવાન અપહરણ કરી લઈ ગયેલ હતો જેનો ફોન બંધ આવતા ટેકનિકલ સેલ એટલે કે સાયબર ક્રાઇમ સેલની મદદથી આરોપીનું લોકેશન મેળવી કુવાડવા રોડ ખાતેના પી.એસ.આઇ.એસ.આર વળવી તથા તેની સાથે હેડ કોન્સ્ટેબલ અક્ષય ડાંગર તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન સાથે મળી લોકેશન આધારે હૈદરાબાદ ખાતે જઈ પોતાની કુશળતાના આધારે આરોપી તથા ભોગ બનનાર બાળકીને હૈદરાબાદ ખાતેથી પકડી પાડવામા આવ્યા હતા. આ અગાઉ પીએસઆઇ વળવીની ટીમ વેસ્ટ બંગાળ ખાતેથી આરોપી તથા ભોગ બનનારને પોતાની આવડતના આધારે પકડી લઈ આવેલ હતી. જે કામગીરીની તમામ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવેલ છે.