મહારાષ્ટ્રમાં વધુ એક નામ બદલાશે
ખાસ-ખબર ન્યૂઝ છત્રપતિ સંભાજીનગર
- Advertisement -
મહારાષ્ટ્રનાં છત્રપતિ સંભાજીનગર પાસેના ખુલતાબાદનું નામ બદલીને રત્નાપુર કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ખુલ્તાબાદમાં મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર છે. મંત્રીએ જણાવ્યું હતું કે, અમે બધા એ સ્થળોના નામ બદલવાની પ્રક્રિયામાં લાગ્યા છીએ જેમનાં નામમાં ‘બાદ’ શબ્દ આવે છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર ખુલતાબાદમાં એક સ્મારક પણ બનાવશે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજનો ઈતિહાસ દર્શાવવામાં આવશે.