ગુંદાસરા- નારણકા, લોઠડા-પડવલા પારડી રોડના નોનપ્લાન રોડના 4 કરોડનો ખર્ચ મંજૂર, સાંસદ મોહન કુંડારીયા અને ધારાસભ્ય લાખા સાગઠીયા રહ્યા હાજર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળથી ગુંદસરા જવાના રોડના સંયુક્ત ગુંદસરા નારણકા ડામર રોડ માટે રૂ. 2.50 કરોડના ખર્ચની રકમ મંજૂર થયેલ છે. જે બાબતે આ રોડનું ખાતમુહુર્ત રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીલ્લા મંત્રી વિનુભાઇ ઠુમ્મર, કોટડા તાલુકાના પ્રમુખ જસમતભાઇ, તાલુકા પંચાયત અધ્યક્ષ ધીરૂભાઇ કોરાટ, કોટડાસાંગાણી તાલુકાના મહામંત્રી કિશોરસિંહ જાડેજા તેમજ ભાજપના પદાધીકારીઓ, સરપંચ અને ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર લોઠડા- પડવલા પારડી રોડને જોડતા નોનપ્લાન રોડ રૂ.1.50 કરોડના ખર્ચ મંજૂર થયેલ છે. જેના ખાતમુહુર્ત કાર્યક્રમમાં વિશેષ અતિથિ રૂપે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્યો લાખાભાઇ સાગઠીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભવનાથ આશ્રમના મહંત વશીસનાથજી, જીલ્લા મંત્રી વિનુભાઇ ઠુમ્મર. રાજકોટ તાલુકાના પ્રમુખ બાબુભાઇ નશીત, કોટડાસાંગાણી તાલુકાપ્રમુખ જસમતભાઇ, કોટડાસાંગાણી તાલુકા પંચાયત અધ્યક્ષ ધીરૂભાઇ કોરાટ, એસોસીએશન પ્રમુખ જેન્તીભાઇ સરધારા રામજીભાઇ હરસોડા તેમજ તાલુકા સંગઠનના તમામ આગેવાનો કારખાનેદારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રોડ બનવાથી લોઠડા અને પડવલા ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયાના તમામ લોકોને ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થશે.