CM ભૂપેન્દ્ર પટેલે રૂ.1 કરોડ 20 લાખ મંજુર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્રુષ્ણનગર-કણકોટ-રામનગર ગ્રામજનો દ્વારા શ્રીમતી ભાનુબેન બાબરીયા, મંત્રી અને ધારાસભ્ય, પરષોતમભાઈ રૂપાલા, નાગદાનભાઈ ચાવડા, શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, તથા સુમિતાબેન રાજેશભાઈ ચાવડા, શ્રી વિક્રમભાઈ હૂંબલ, ધવલભાઈ દવે, અલ્પેશભાઈ ઢોલરીયા તથા રાજકોટ જિલ્લા ભાજપાના મહામંત્રીઓ અને જયેશભાઈ બોઘરાને ઘોડાધાર સૂર્યમુખી હનુમાનજી ચોક થી કણકોટ- રામનગર ગામ સુધી ડામર રોડ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સૌ રાજકીય આગેવાનોં પ્રયાસથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી ઘોડાધાર સૂર્યમુખી હનુમાનજી ચોક થી રામનગર ગામ સુધી ડામર રોડના કામ માટે અંકે રૂ.120.00 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ વર્ષો જૂનો પ્રશ્ન હલ થતાં આજ તા.05-03-2025 ના રોજ ઘોડાધાર સૂર્યમુખી હનુમાનજી ચોક થી કણકોટ- રામનગર ગામ સુધી ડામર રોડ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત બેડી-3 સદસ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ), શ્રી વિક્રમભાઈ હૂંબલ, સદસ્ય પ્રતિનિધિ, રાજકોટ તાલુકા પંચાયત ક્રુષ્ણનગર-કણકોટ-રામનગર ગ્રામજનો તથા ગામના આગેવાનો સર્વે સરપંચ હસમુખભાઈ વેકરીયા, ઉપ સરપંચ હરિભાઇ ગમારા, પૂર્વ સરપંચ પરેશભાઈ વ્યાસ, લાલજીભાઈ વિરાણી, મનીષભાઈ, પિયુષભાઈ, સંદીપભાઈ નંદાણીયા, દેવજીભાઈ પાનસુરીયા, હાર્દિકભાઈ લીલા, ભયલુંભાઈ ફતેપરા, પ્રેમજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ફોજી, જેનતીભાઈ વડાલીયા, મગનભાઈ મેઘાણી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ દાફડા તેમજ ભાવેશભાઈ બોઘરા, સાગરભાઈ વિરાણી, ભાવેશભાઈ ડોબરીયા-ઉપ સરપંચ તેમજ આશિષભાઈ વિરાણી, દિનેશભાઈ દામજીભાઈ, આશિષ જેનતીભાઈ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.