By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    12 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    9 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    9 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    9 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    9 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    12 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાર્કીવ બીજીવાર આ તબાહી વેઠી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ખાર્કીવ બીજીવાર આ તબાહી વેઠી રહ્યું છે
AuthorHemadri Acharya Dave

ખાર્કીવ બીજીવાર આ તબાહી વેઠી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2022/03/03 at 4:44 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સળગતાં ખાર્કીવમાં ચોતરફ મોતનું તાંડવ.. 

રશિયા-યૂક્રેન વચ્ચે સતત આઠમા દિવસે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના અનેક ક્ષેત્રો પર આક્રમણ કરીને યુક્રેનને તબાહીના કગાર પર લાવીને ખડો કરી દીધો છે. 

Contents
સળગતાં ખાર્કીવમાં ચોતરફ મોતનું તાંડવ.. – હિમાદ્રી આચાર્ય દવેબીજા વિશ્ર્વયુદ્ધમાં હિટલરે આ શહેરને સ્મશાનઘાટ બનાવી દીધું હતું! 

– હિમાદ્રી આચાર્ય દવે

આમ છતાં, સતત સાત દિવસના પ્રયાસ પછી પણ રશિયા યુક્રેનની રાજધાની કિવ પર પોતાનો કબજો જમાવી શક્યું નથી અને હવે રશિયાએ યુક્રેનના અત્યંત મહતપૂર્ણ બીજા શહેર, ખાર્કીવ પર કબજો કરવાની નવી રણનીતિ ઘડી છે. ત્યારે ખાર્કીવનાં ભૂતકાળ અને વર્તમાન પર થોડી નજર નાખીએ…

- Advertisement -

ખાર્કીવના ભૂતકાળ અને વર્તમાનના પ્રવાહો
છેક કાંસ્યયુગની કલાકૃતિઓ ખાર્કીવની જમીનમાંથી મળી હોવાથી, આ શહેરની જમીન પર માનવવસાહત કેટલાં હજારો વર્ષ પહેલાં હતી, એની પૌરાણિકતા વિશે આપણને ખ્યાલ આવે છે. આધુનિકયુગમાં ખાર્કીવની સ્થાપના 1956માં એક કિલ્લાના રૂપમાં થઈ હતી. ત્યારબાદ ખાર્કીવ સોવિયત રશિયાનાં યુક્રેનનું એક મહત્ત્વપૂર્ણ શહેર રહ્યું છે. આ શહેર 1920થી 1934 સુધી સોવિયત રશિયાના યુક્રેનની રાજધાની રહ્યું. સોવિયેત સંઘનું વિશાળ સૈન્યમથક ગણાતું આ શહેરમાં વિશ્વની સૌથી મજબૂત સોવિયેત ટેન્ક ઝ-34 એ સમયે ખાર્કોવ ટ્રેક્ટર ફેક્ટરીમાં, અહી બનતી હતી.

લગભગ એંશી વર્ષ પહેલા, હિટલરની નાઝી સેનાએ સોવિયેત સંઘ પર હુમલો કર્યો હતો અને તેના પર ભયંકર કેર વર્તાવતાં હુમલો બોલાવ્યો હતો. એ વખતે ખારકોવના નામે ઓળખાતું (આજનું ખાર્કીવ) આ શહેર, ઉપર કહ્યું તેમ સોવિયેત સંઘનું મહત્વનું સૈન્ય મથક હતું તેમજ ત્રીજું સૌથી મોટું શહેર હતું. હિટલરે આ શહેર પર કબજો કર્યા પછી અહીં રહેતા હજારો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયાન અનેક નરસંહાર આ શહેરની ગલીએ જોયા છે. એવી માહિતી મળે છે કે, આવા જ એક નરસંહારમાં, માત્ર બે દિવસમાં, નાઝીઓએ ત્રીસ હજારથી વધુ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલા આ શહેરમાં 25 લાખ યહૂદીઓ રહેતા હતા પરંતુ હિટલરના હુમલા અને કબ્જા પછી આ શહેરમાં માત્ર દોઢ લાખથી પણ ઓછા યહુદીઓ બચ્ચા હતા! આ ઉપરાંત શહેરની 70 ટકા વસ્તી આ જંગમાં બરબાદ થઈ ગઈ હતી. અને આંચકાજનક રીતે આ શહેરની વસ્તી ઘટી ગઈ હતી.

બીજા વિશ્વયુદ્ધમાં જે જે શહેરોએ સૌથી વધુ જાનહાનિ જોઈ છે ,ખાર્કીવ એમાંનું એક શહેર છે. 16 ફેબ્રુઆરી 1943ના રોજ સોવિયેત સંઘ દ્વારા આ શહેરને જર્મનીનાં કબજામાંથી સફળતાપૂર્વક પુન: કબજે કરવામાં આવ્યું હતું. પરંતુ 15 માર્ચ 1943ના રોજ તેને જર્મનો દ્વારા બીજી વખત કબજે કરવામાં આવ્યું અને આખરે 23 ઓગસ્ટ 1943ના રોજ સોવિયેત સંઘે પાછું મેળવી લીધું હતું. 1991માં સોવિયેત સંઘથી આઝાદ થયા યુક્રેનના પૂર્વ હિસ્સામાં રુસની તેમજ પશ્ચિમ હિસ્સામાં પોલેન્ડ, હંગેરી, રોમાનિયા વગેરે દેશોની અસર જોવા મળે છે.

- Advertisement -

બીજા વિશ્ર્વયુદ્ધમાં હિટલરે આ શહેરને સ્મશાનઘાટ બનાવી દીધું હતું! 

રશિયાની પૂર્વમાં આવેલું ખાર્કીવ ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કલા, સાહિત્ય અને વૈજ્ઞાનિક કલ્ચર ધરાવતું વિશેષ શહેર છે. કવિઓ તથા કવિતાના શહેર ગણાતા ખાર્કીવમાં એસી થી વધુ પુસ્તકાલય દસ થિયેટર અને સાત મ્યુઝિયમ છે, ફક્ત 15 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં એસી પુસ્તકાલય હોવા એ ત્યાંના સાહિત્યિક માહોલની પ્રતીતિ કરાવે છે આ ઉપરાંત ખાર્કીવ ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહત્વ ધરાવે છે.યુક્રેનના ઔદ્યોગિક વિકાસમાં આ શહેરનો બહુ મોટો ફાળો છે. વળી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપરાંત એરોસ્પેસને લગતી ટેકનોલોજીથી લઈને શૈક્ષણિક ક્ષેત્રે પણ ખાર્કીવ વિશેષ મહત્વ ધરાવે છે. દુનિયામાં શ્રેષ્ઠ ગણાય એવી મેડિકલ કોલેજના નામોમાં ખાર્કીવની મેડિકલ કોલેજોની ગણતરી થાય છે, જ્યાં દેશ-વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ ઉપરાંત ખેતીક્ષેત્રે આ શહેર ખૂબ જ મહત્વ ધરાવે છે અને કુદરતી સ્ત્રોતોથી ભરપુર છે.

શા માટે ખાર્કીવ ટાર્ગેટ પર…
અત્યારની વાત કરીએ તો, સતત સાત દિવસના આક્રમણ પછી પણ રુસ દ્વારા યુક્રેનની રાજધાનીને કબજે નથી કરી શકાઇ. યુક્રેનની રાજધાની કિવ, યુક્રેનના પશ્ચિમી હિસ્સામાં રશિયાથી બહુ દૂર આવેલું શહેર છે તેની સરખામણીએ જોતા ખાર્કીવ રશિયાથી ખૂબ જ નજીક છે. રશિયાથી પૂર્વી બોર્ડરથી ફક્ત ચાલીસ કિલોમીટર દૂર આવેલું ખાર્કીવ રશિયા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ખાર્કીવમાં મોટાભાગના લોકો રુસી ભાષા બોલે છે અને રૂસ સાથે સહાનુભૂતિ ધરાવે છે. એટલે તેને કબજે કરવાની રશિયાની રણનીતિમાં આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે રશિયાએ વિચાર્યું કે પોતાની જ ભાષા બોલતા અને પોતાના તરફ સહાનુભૂતિ રાખતી પ્રજાની વસ્તીવાળા આ શહેરને કબજે કરવું ખૂબ આસાન હશે, ત્યાંની પ્રજા પણ રશિયાને તેમાં સાથ આપશે (જો કે, એવું થયું નથી તેનાથી તદ્દન વિપરિત થયું છે કે માત્ર સૈન્ય નહી, જનતા પણ, સામાં હાથે યુક્રેન ની રાજધાની રશિયા સામે લડી લેવાના મૂડમાં છે) .વળી, ખાર્કીવ પરની આસાન જીત દ્વારા રશિયાની, યૂક્રેન પર દબાણ બનાવવાની નીતિ છે .ખાર્કીવના માર્ગે આગળ વધીને, એટલે કે તેને ગેટ-વે બનાવીને યુક્રેનના બીજા પ્રદેશો જીતી શકાય તેમજ યુરોપ પર પણ દબાણ બનાવી શકાય. આપણે આગળ જોયું કે ખાર્કીવ ઔદ્યોગિક તેમજ શૈક્ષણિક મહત્વ ધરાવતું યુક્રેનનું એક મહત્વપૂર્ણ શહેર છે તેથી તેની તબાહી જોઈને યુક્રેન સરકાર શરણાગતિ સ્વીકારી લે અથવા સમાધાનના ટેબલ પર રશિયા તેને પોતાની શરતો મનાવી શકે એ માટે પણ ખાર્કીવ પર કબજો કરવો રશિયાની નીતિ છે.

સતત બે દિવસથી ખાર્કીવમાં રશિયાએ મોતનું તાંડવ મચાવ્યું છે. સરકારી કચેરી , સૈન્ય મથકો, વહીવટી ઓફિસોથી લઈને સ્કૂલ, હોસ્પિટલ તેમજ રેસિડેન્સીયલ ઇમારતો… રશિયા કોઈને છોડતું નથી કે વિચારતું નથી અને ફાવે તેમ બોમ્બમારો, મિસાઈલ હુમલાઓ કરી ખાર્કીવ તેમજ આખા યુક્રેનને તબાહ કરી રહ્યું છે. એક વખતનું જીવતું જાગતું, હસતું રમતું ખાર્કીવ આજે ચોધાર આંસુએ રડી રહ્યું છે. તેની ગલીઓમાં આજે મોતના સન્નાટા છવાઈ ગયા છે. આમ નાગરિક સતત ભયના ઓથાર તળે જીવી રહ્યો છે. શહેરની ગલીઓ ગલી જાણે કે યમરાજની સવારી નીકળી હોય તેમ ભેંકાર ભાસે છે. ચોતરફ તબાહી ભગ્ન ઇમારતો, સુમસામ બજારો, નિર્જન સડકો… સળગતી શેરીઓ અને ચીખતાં લોકો….ખાર્કીવ આ તબાહીના દૃશ્યો એંશી વરસ બાદ ફરી

જે જોઈ રહ્યું છે અને એ આશમાં હજુ શ્વાસ ભરી રહ્યું છે કે, કાશ, યુક્રેન અને રૃસના સત્તાધીશો કોઈ ઉપાય કરી મોતના આ નગ્ન નાચને અટકાવી લે!

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોટસએપમાં હવે એડમિન ગમે તે મેસેજને ડિલિટ કરી શકશે
Next Article મહેન્દ્ર ફળદુનું અવસાન થતાં રાજકોટ બાર એસો. દ્વારા શોકસભા યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?