આ વેબસીરીઝનું અલગપન એ છે કે, તે સત્ય ઘટના પર આધારિત છે
મહાભારતના સમયથી એ સાબિત થયું છે કે આરંભ તેનો અંત અનિવાર્ય છે. શ્રીકૃષ્ણનો જન્મ જ અનેક આસુરી શક્તિ સામેના શંખનાદ જેવો હતો. ર004માં આઈઆઈટી પાસ કરીને પોલીસ બેડામાં નવા નવા સામેલ થયેલાં અમિત લોઢાને કે કોઈને કલ્પના નહોતી કે એ જ અરસામાં ધીમે ધીમે વિકરાળ બની રહેલાં એક ગેંગસ્ટરના ચેપ્ટર પર પૂર્ણવિરામ મૂક્વામાં એ નિમિત્ત બનશે. બી.એસએફ (બોર્ડર સિક્યોરીટી ફોર્સ) ના આઈજી તરીકે સેવા આપતા આ આઈપીએસ અધિકારીએ પોતાની કેરિયરના શરૂઆતના જ ચારેક વરસમાં બિહારની કુખ્યાત ગિરોહના સર્વેસર્વા સામંત પ્રતાપને આકરી મહેનત તેમજ અનેક જોખમ તેમજ પોલિટિકલ પ્રેશર વચ્ચે ઝબ્બે ર્ક્યો હતો અને નીચલી અદાલતે તેને ફાંસીની સજા સંભળાવી હતી. આઈપીએસ ઓફિસર અમિત લોઢાએ ર018માં જ પોતાની જિંદગીના આ યાદગાર કારનામા પર એક પુસ્તક લખેલું. પેંગ્વિન બુક્સ જેવા પ્રતિષ્ઠિત પબ્લિકેશન હાઉસે પ્રગટ કરેલાં એ પુસ્તકનું નામ હતું : બિહાર ડાયરી – ધ ટ્રુ સ્ટોરી ઓફ હાઉસ બિહારસ મોસ્ટ ડેન્જરસ ક્રિમિનલ વોઝ કેચ.
- Advertisement -
ગુનાખોરીના મોસાળ જેવા બિહારની આ સત્ય ઘટના પરથી (વેન્સ્ડે ફેઈમ) નિરજ પાંડેના પ્રોડકશન હાઉસે ખાકી : :બિહાર ચેપ્ટર નામની વેબસિરિઝ નેટફલિક્સ માટે બનાવી છે. બેશક, તેમાં શેખપુરા જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે અમિત લોઢા (કરન ટક્કર) જ છે પણ કુખ્યાત બિહારી ગેંગસ્ટર તરીકે વેબસિરિઝમાં ચંદન મહાતો (અવિનાશ તિવારી) છે, જેણે બિહારના જ બાહુબલીના ખાસ ગુર્ગા તરીકે વફાદારી દેખાડવામાં ત્રણ મર્ડરનો ઈલ્ઝામ પોતાની પર લઈને જેલ જવાનું પસંદ કરેલું.
જેલમાં અવિશ્વાસ તેમજ ઈગો કલેશ થતાં તે શક્તિશાળી અને લોકલ માથું ગણાતાં રવિ કિશનનું રામનામ સત્ય કરી નાખે છે પણ ઊંચી જ્ઞાતિના આગેવાનની હત્યાને કારણે ચંદન મહાતોની તેના સમાજ (અને કેદીઓમાં) ધાક બેસી જાય છે. હવે ચંદનવા ને બધા ચંદન ભૈયા નો ખિતાબ મળે છે. જેલમાં જ મળેલાં પરિણીત સાથીદાર ચ્યવનપ્રાશ સાહુ (જતીન સરના) ચંદન મહાતોને પોતાની તાકાત, પ્રભાવનો પોતાના માટે ઉપયોગ કરવાની એડવાઈઝ આપે છે અને…
ચંદન મહાતો સાથીદાર ચ્યવનપ્રવાશ સાહુ સાથે કત્લેઆમ કરીને જેલમાંથી ભાગી છૂટે છે. હવે એ ખુદ ગેંગસ્ટર તરીકે કામ કરે છે. બિહાર (અને બીજા રાજયોની જેમ) રાજકીય લોકો તેનો ઉપયોગ કરે છે. દરમિયાન કોઈની ચુગલીથી ચંદન મહાતો તેનો એક સાગરિત ગુમાવી બેસે છે એટલે ચુગલખોરને સજા કરવા એ આખા માનિકપુર ગામ પર ગોળીઓ વરસાવી એક્સાથે પચ્ચીસ હત્યા કરી નાખે છે. તેને હપ્તા દેવાનું બંધ કરનારા વેપારી-ધંધાદારીઓનો પણ એ સામૂહિક ખાતમો કરે છે એટલે સ્ટેટ પોલીસ તેને પકડવા માટે કામે લાગે છે.
અનુસંધાન પાના નં. 10
વેબસિરિઝનું સૌથી રસપ્રદ પાસું તો તેનો કલાઈમેક્સ છે. ચંદન મહાતોના ફોન કોલ ખાનગીમાં સાંભળતી પોલીસની સમક્ષ્ા એવો ભેદ ખૂલ છે કે, બધા હચમચી જાય છે…
- Advertisement -
ખાકી : ધ બિહાર ચેપ્ટરમાં પોલીસ અધિકારીઓના વિવિધ હોા પર આશુતોષ રાણા, અનુપ સોની, અભિમન્યુ સિંહ અને કરણ ટકર (એઝ એ અમિત લોઢા) જેવા એકટર છે. ર006 માં શેખ પુરાના એસપી અમિત લોઢા કેવી કુનેહ, હિંમત તેમજ ચાલાકીથી ચંદન મહાતોને ઝડપી લે છે, એ ખરેખર રસપ્રદ વાત છે. રાઈટર ખુદ નિરજ પાંડે અને ઉમાશંકર સિંધ એ વેબસિરિઝમાં થોડી સિનેમેટિક લિર્બટી લીધી છે પણ વાસ્તવિક્તાને તેમણે જેમની તેમ દર્શાવી છે. પોલીસ બેડામાં સસ્પેન્સન અને ડિસમીસ થવું, નેતાઓની ચાપલૂસી કરીને ઉચ્ચ હોા મેળવવા, ચૂંટણી પરિણામ પછી પોલીસ અધિકારીઓનું યુ ટર્ન મારવું અને કારણ વગરનો જશ લઈ લેવો… જેવી વાતો ભાવ ધુલિયા નિર્દેશીત ખાકી : ધ બિહાર ચેપ્ટરને રિયાલિસ્ટીક બનાવે છે તો પોલીસ અધિકારી તરીકે ધુરંધર કલાકારોની સામે ચંદન મહાતો તરીકે અનિવાશ તિવારીએ કાંટે કી ટક્કર લીધી છે. ગબ્બરસિંહની જેમ આ તળપદા ગેંગસ્ટરના દાંત પણ મેકઅપ કરીને ગોબરાં દેખાડવામાં આવ્યા છે, એ નોંધાયા વગર રહેતું નથી.
વેબસિરિઝનું સૌથી રસપ્રદ પાસું તો તેનો કલાઈમેક્સ છે. ચંદન મહાતોના ફોન કોલ ખાનગીમાં સાંભળતી પોલીસની સમક્ષ્ા એવો ભેદ ખૂલ છે કે, બધા હચમચી જાય. એ પછી ચંદન પકડાઈ તો છે પણ કોર્ટમાં (નેચરલી) તેની સામે કોઈસ ગવાહી આપતું નથી યા કોર્ટના કઠેડામાં આવીને સાક્ષ્ાીઓ પલટી મારી દે છે… એસપી અમિત લોઢા એ પછી એવી ગવાહી-સાક્ષ્ાી અદાલતને આપે છે કે કોર્ટ તેના આધારે ચંદન મહાતોને ફાંસીની સજા આપે છે. જો કે ચંદન મહાતો એસપી અમિત લોઢાને કહે છે કે, હજુ હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટ બાકી છે અને એ દરમિયાન હું જેલમાંથી ભાગી જ જઈશ એટલે તું અને તારો પરિવાર સાવધ રહેજો – પછી ?
સત્ય ઘટના પર આધારિત ખાકી : ધ બિહાર ચેપ્ટર બીજી ક્રિમિનલ ડ્રામા જેવી નથી.
ગ્લાસ ઓનિયન રહસ્યનાં પારદર્શક જાળાં
2019માં આવેલી નાઈવ્સ આઉટ ફિલ્મ પર સસ્પેન્સ અને મર્ડર મિસ્ટરીના ચાહકો સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. પ્રશંસકો અને વિવેચકોએ પણ તેની નોંધ લીધેલી અને એ ફિલ્મ બનાવનારા દિગ્દર્શક રિઆન જોન્સન એવી જ ધારદાર છરી લઈને ત્રણ વરસ પછી ગ્લાસ ઓનિયન : ધ નાઈવ્સ આઉટ મિસ્ટરી સાથે નેટફલિક્સ પર ત્રાટક્યાં છે. ગ્લાસ ઓનિયન પણ તેમની છેલ્લી ફિલ્મની જેમ તમને ખુરશી કે સોફાની ધાર સુધી ખેંચી લાવે તેવી ટાઈટ છે. ગ્લાસ ઓનિયન ફિલ્મની થીમ આમ જૂઓ તો 196પમાં આવેલી ગુમનામ ફિલ્મ જેવી છે. ગુમનામ ફિલ્મમાં અમુક લોકો એક ચોક્કસ સ્થળે ફસાઈ છે અને પછી હત્યાઓ શરૂ થઈ જાય છે. ગ્લાસ ઓનિયન ફિલ્મમાં ટેક બિલિયોનર માઈલ્સ બ્રોન પોતાના ગ્રૃપના છ મિત્રોને ગ્રીસના ટાપુ પરના પોતાના આલિશાન વિલામાં (દર વર્ષની પરંપરા મુજબ) આમંત્રે છે.
અજીબ આમંત્રણ પત્રિકામાં જ માઈલ્સે જણાવ્યું છે કે આપણે ભેગા થઈશું, એ પછી તમારે મારી હત્યાનો ભેદ ઉકેલવાનો છે…. બધા સાથીદારો (જેમાં ભૂતપૂર્વ ટોપ મોડેલ, ગર્વનર બની ગયેલી દોસ્ત તેમજ માઈલ્સ સાથે કામ કરનારું દંપતી તેમજ હર્ટ થયેલી અને કોર્ટે ચઢેલી પાર્ટનર એન્ડી પણ છે. યોટ ટાપુ પર પહોંચે છે ત્યારે મિત્રો સાથે મશહૂર જાસુસ બેનોત બ્લેન્ક (ડેનિયલ કેગ-ભૂતપૂર્વ જેમ્સ બોન્ડ) ને જોઈને માઈલ્સને અટપટું લાગે છે પરંતુ પછી અણધારી ઘટનાઓ બને છે. પ્લાનિંગ મુજબ તો માઈલ્સ બ્રોનનું મર્ડર થવાનું હોય છે પણ હત્યા તેના મિત્ર ડયૂકની થઈ જાય છે, એ પછી કોર્ટમાં કેસ લડી રહેલી પાર્ટનર એન્ડી પણ ફાયરિંગનો ભોગ બને છે.
ર019 ની નાઈવ્સ આઉટ ફિલ્મના જાસુસ બેનોત બ્લેન્કે જ ર0રરની ગ્લાસ ઓનિયનની મર્ડર મિસ્ટરી ઉકેલવાની આવે છે. આખી ફિલ્મ ટાપુ પર છે પરંતુ દર્શક સમજી જાય છે કે આ કોવિડના લોકડાઉનના સમયકાળની વાત છે. ટાપુ પરના માઈલ્સ બ્રોનના આધુનિક તેમજ કાચ (ગ્લાસ) ના ઠેરઠેર ઉપયોગથી બનેલી વીલા અપનેઆપમાં લાજવાબ છે. જો કે મર્ડર મિસ્ટરીમાં અનુમાન કરીને ગોથાં ખાવાનો એક રોમાંચ હોય છે અને ડિરેકટર રિઆન જોન્સન એ સફળતાપૂર્વક ખવડાવે છે. ફિલ્મનું ટાઈટલ ગ્લાસ ઓનિયન બિટલ્સની ધૂન પરના એક ગીત પરથી લેવામાં આવ્યું છે અને એ રીતે જ ટાપુ પરનો વીલા (સેટ) ડિઝાઈન થયો છે. બે કલાક અને ઓગણીસ મિનિટના આ રોમાંચ અને રહસ્યમાં સામેલ થવાનું તમને આહ્વાન છે.