પાણી પીધા વિના કરવામાં આવે છે કેવડા ત્રીજનું વ્રત
હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ખાસ કરવામાં આવે છે. આ વ્રતની કથા પ્રમાણે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને મેળવવા માટે પોતાની સખીઓ સાથે આ વ્રત કર્યું હતું. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. સાથે જ, કુંવારી ક્ધયાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે કાળી માટીથી શ્રીગણેશ અને ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિઓ બનાવીને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ આખી રાત જાગરણ કરીને ચારેય પ્રહરની પૂજા કરવામાં આવે છે. એટલે દર 3 કલાકે પૂજા થાય છે.
વ્રત કથા: દેવી પાર્વતીએ જંગલમાં તપ અને શિવપૂજા કરી
- Advertisement -
કેવડા ત્રીજ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના ફરી મિલનની યાદમાં ઊજવવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. હિમાલય ઉપર ગંગા નદીના કિનારે માતા પાર્વતીએ ભૂખ્યા-તરસ્યા રહીને તપસ્યા કરી હતી. માતા પાર્વતીની આ સ્થિતિ જોઇને તેમના પિતા હિમાલય દુ:ખી હતાં.
એક દિવસ મહર્ષિ નારદ ભગવાન વિષ્ણુ તરફથી પાર્વતીજીના લગ્નનો પ્રસ્તાવ લઇને આવ્યાં પરંતુ જ્યારે પાર્વતીને આ વાતની જાણ થઇ ત્યારે તે વિલાપ કરવા લાગ્યાં. એક સખીને તેમણે જણાવ્યું કે, તેઓ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરી રહી છે. ત્યાર બાદ સખીની સલાહથી માતા પાર્વતી વનમાં જતાં રહ્યા અને ભગવાન શિવની આરાધનામાં લીન થઇ ગયાં.
આ દરમિયાન ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજના દિવસે માતા પાર્વતીએ રેતીથી શિવલિંગનું નિર્માણ કર્યું અને ભોળાનાથની આરાધના કરી. માતા પાર્વતીના કઠોર તપને જોઇને ભગવાન શિવે તેમને દર્શન આપ્યાં અને પાર્વતીજીની ઇચ્છા પ્રમાણે તેમની પત્ની તરીકે સ્વીકાર કર્યો.
- Advertisement -
પાણી પીધા વિના કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે, આ વ્રતમાં કાળી માટીથી ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિઓ બનાવવામાં આવે છે
વ્રતના નિયમ: પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે
1. કેવડા ત્રીજમાં પાણી પીવાનું હોતું નથી. વ્રત પછી બીજા દિવસે જળ ગ્રહણ કરવાનું વિધાન છે.
2. કેવડા ત્રીજ વ્રત શરૂ કર્યા પછી તેને છોડવામાં આવતું નથી. દરેક વર્ષ વિધિ-વિધાનથી આ વ્રત કરવું જોઇએ.
3. કેવડા ત્રીજ વ્રતના દિવસે રાતે જાગરણ કરવામાં આવે છે. રાતે ભજન-કીર્તન કરવા જોઇએ.
4. આ વ્રતને કુંવારી ક્ધયા, સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. શાસ્ત્રોમાં વિધવા મહિલાઓને પણ આ વ્રત રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
આ વ્રતની કથા પ્રમાણે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને મેળવવા માટે પોતાની સખીઓ સાથે આ વ્રત કર્યું હતું. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે.



