ખાસ-ખબર ન્યૂઝ દીવ, તા.7
દીવમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ત્રીજને દિવસે મહાદેવના સાનિધ્યમાં સવારે 9 કલાકે શ્રી ગંગાધરભાઇ ભટ્ટ દ્વારા પૂજા કરાવવામાં આવી કુમારિકાઓ સૌભાગ્યવંતી બહેનો દ્વારા કેવડાત્રીજ વ્રત નિમિત્તે સ્વહસ્તે શિવલિંગની પ્રતિમા બજોઠ ઉપર બનાવવામાં આવે છે અને ભૂદેવ દ્વારા સોડષો પ્રકાર ની પૂજાથી સ્થાપિત પૂજા કરવામાં આવે છે ત્યારબાદ આરતી પ્રસાદ ધરવામાં આવે છે રાત્રે જાગરણ કરી અને સવારે સમુદ્ર દેવમાં વિસર્જિત કરવામાં આવે છે, ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવરાત્રીજ તરીકે ઓળખાય છે આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે
- Advertisement -
અને ગૌરીશંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે તો ઘણીવાર કુમારીકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય તે માટે કેવરાત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. આજરોજ મંદિરમાં સાંજે 7 વાગ્યે મહાદેવજીને દીપમાળા તથા કેવડાથી સુશોભિત શણગાર, ફરારનો પ્રસાદ ધરવામાં આવ્યો અને આરતી ઉતાર્યા બાદ મંત્ર પુષ્પાંજલિ માં કેવડો અર્પણ કરવામાં આવ્યો અને ધુન કીર્તનથી મહાદેવજીને પ્રસન્ન કરવામાં આવે છે. આ સમગ્ર કાર્ય મંદિર સંચાલકશ્રી રોહીતભાઇ આચાયે (પ્રભુ) દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.