રાજકોટ નિવાસી અધિક કલેક્ટરની ખાસ-ખબર સાથે મુલાકાત
મૃદુ અને સ્વભાવે શાંત કેતન ઠક્કર કસ્ટમ-એક્સાઈઝ ઈન્સ્પેક્ટર, RTO, ડે.કલેક્ટર જેવા અનેક હોદ્દા ભોગવી ચૂક્યા છે
- Advertisement -
મૃદુભાષી, સ્વભાવે સરળ અને શાંત એવા રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર સાથે ખાસ ખબરે મુલાકાત લીધી હતી. જે દરમિયાન કેતન ઠક્કરે પોતાના અંગત જીવન અને વહીવટી સેવા વિશે કેટલીક વાતો શેર કરી હતી. તેઓએ આરએસી પોસ્ટ વિશે જણાવ્યું હતું કે, એ સરકાર અને લોકો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે. તેઓ ઓફિસની કામગીરીના સંપૂર્ણ સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જિલ્લા કલેક્ટર વિસ્તારોમાં યોજાનારી તમામ કાર્યક્રમોની દેખરેખ તેમજ અમલીકરણ તેમજ મહેસૂલ અધિકારીઓની દેખરેખ રાખવાની હોય છે. જ્યારે કલેક્ટરએ ભારતીય વહીવટી સેવાના અધિકારી છે અને તે પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર અને ઇન્કમ ટેક્સ કમિશનરની હરોળના સરકારી અધિકારી છે. તેઓને કાયદો અને વ્યવસ્થા, મહેસૂલ સંગ્રહ, કરવેરા, આયોજન પરવાનગી નિયંત્રણ, અને કુદરતી અને માનવ કટોકટીના નિયંત્રણ સંભાળવાની ક્રિયા સાથે તમામ સત્તાઓ સોંપવામાં આવેલી છે. આમ, વહીવટી પ્રક્રિયા સરળ થાય તે માટે આ પોસ્ટ અપગ્રેડ કરાઈ છે જે પહેલા રેસીડેન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે ગણાતી હતી.
અધિક કલેક્ટર કેતન ઠક્કરના અંગત જીવનની જો વાતો કરીએ તો, તેઓ મૂળ ભાવનગરના છે. સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો. તેઓએ વર્ષ 1986માં બી.કોમ.ત્યારબાદ એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે દરમિયાન તેઓએ વર્ષ 1987માં સ્ટાફ સિલેક્શન કમિશન (જજઈ)ની પરીક્ષા કરીને તેઓ કસ્ટમ-એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં ઈન્સ્પેક્ટર બન્યા. તેઓએ ભાવનગર, અલંગ, રાજકોટ, મહુવા અનેક જગ્યા પર ફરજ બજાવી. ત્યારપછી તેઓએ વર્ષ 1993માં ગુજરાત વહીવટી સેવાની ૠઙજઈની પરીક્ષા આપી. પરંતુ તેની ભરતી છેક 1998માં થઈ. ત્યારે કેતન ઠક્કર એક્સાઈ-કસ્ટમમાં ફરજ બજાવતા હતા. આમ તેની 10 વર્ષની કેન્દ્ર સરકારની નોકરી ગણાય. ૠઙજઈ ક્લિયર કર્યા બાદ તેઓ ડે.કલેક્ટર બન્યા.
જૂનાગઢમાં જમીન સંપાદન વિભાગમાં લગભગ 3 વર્ષ નોકરી કર્યા બાદ જામનગરના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર બન્યા. ત્યારબાદ જામનગરમાં જ રેસીડેન્ટ ડે.કલેક્ટર બન્યા. આરડીસી તરીકે બરોડામાં પણ ફરજ બજાવી. જ્યારે 3 વર્ષ તરીકે પંચમહાલ જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારી રહ્યા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની સામે પ્રભાતસિંહ ચૌહાણની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં પણ પોતાની બખૂબી ફરજ બજાવી. ત્યારપછી 2013માં છઝઘ ઓફીસર તરીકે જામનગરમાં મુકાયા. તે સમયે આરટીઓમાં અનેક સુધારા કર્યા. વર્ષ 2015માં પ્રમોશનથી આરએસી તરીકે જામનગરમાં મુકાયા, બાદમાં તેઓની પોસ્ટિંગ અમદાવાદના ડે.મ્યુનિ.કમિશનર તરીકે થઈ. ત્યાં કોરોના સમય વખતે પણ સરાહનીય કામગીરી કરી.
- Advertisement -
સરકારે કામની કદર કરીને કેતન ઠક્કર IAS તરીકે પ્રમોશન આપ્યું
કેતન ઠક્કરે એક્સાઈઝ-કસ્ટમના ઈન્સ્પેક્ટરથી માંડી વહીવટી સેવામાં અનેક મહત્વપૂર્ણ કામગીરી બજાવી. કેટલાક સુધારા વધારા કર્યા. વર્ષ 1987થી લઈ આજ દિન 26 વર્ષ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વના હોદ્દા ભોગવ્યા. આ મહેનત રંગ લાવી અને કેન્દ્ર સરકારે તેમના કામની કદર કરીને ઈંઅજ તરીકે પ્રમોશન આપ્યું.
રઘુવંશી રત્ન કેતન ઠક્કર
લોહાણા-રઘુવંશી સમાજમાં બહુ ઓછા લોકો છે જે આટલા મહત્વના પદ સુધી પહોંચી શક્યા છે. કેતન ઠક્કર ઈંઅજ બનતા રઘુવંશી સમાજમાં પણ ખુશીનો લહેર જોવા મળી રહી છે. ગુજરાતની જો વાત કરીએ તો બહુ જૂજ લોકો આ સેવામાં કાર્યરત છે. ત્યારે કેતન ઠક્કરને આ મહત્વનું પદ મળતા રઘુવંશી સમાજ માટે ગૌરવની વાત કહી શકાય