કેજરીવાલ કોર્ટમાં હાજર: EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
લીકર પોલિસી કેસમાં EDએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમના રિમાન્ડ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે. EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી છે. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સાથે જ, સીએમને આ મામલે માસ્ટરમાઇન્ડ પણ કહ્યા. કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની રાત EDલોકઅપમાં વિતાવી હતી. આ દરમિયાન દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે. જેલમાંથી સરકાર ચલાવશે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં પણ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચ બનાવવામાં આવી. જોકે, થોડીવાર પછી જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કોર્ટને કહ્યું- કેજરીવાલના વકીલ જસ્ટિસ સંજીવ ખન્નાને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઈ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાયલ કોર્ટમાં અમે પહેલા રિમાન્ડ પ્રોસીડિંગ પર લડીશું અને પછી એક અન્ય અરજી સાથે સુપ્રીમ કોર્ટ આવીશું. તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કે. કવિતા પણ દારૂ કૌભાંડ કેસમાં ઊઉ ની કસ્ટડીમાં છે. EDએ આરોપ લગાવતા કહ્યું હતું કે કેજરીવાલ, સિસોદિયા અને કવિતા સાથે અન્ય નેતાઓએ મળીને લિકર પોલિસી બનાવવી અને તેને લાગુ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. કેજરીવાલની 100 કરોડની લાંચના ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે જે પાર્ટી અને મની ટ્રેલમાં સાઉથ લોબીમાંથી કવિતાના માધ્યમથી આવી હતી.
કેજરીવાલની ધરપકડ એ તેના કૃત્યોનું પરિણામ: અન્ના હજારે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે હવે અન્ના હજારેનું પણ નિવેદન સામે આવ્યું છે. અન્ના હજારેએ કેજરીવાલની ધરપકડને તેમના કૃત્યોનું પરિણામ ગણાવ્યું છે. અન્ના હજારેએ યાદ કર્યું હતું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા. અન્નાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે, એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.