શાસ્ત્રીમેદાનમાં અરવિંદ કેજરીવાલે જુઠ્ઠાણું સંભળાવવા માટે રૂપિયા આપ્યા
ગઈકાલે કેજરીવાલ બોલ્યા આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો પરંતુ દિલ્હીમાં ઘરોમાં ઈન્વર્ટર રાખવા પડે છે
- Advertisement -
કેજરીવાલે વીજળી અને પાણીના નામે જુઠ્ઠાણું ફેલાવી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે શાસ્ત્રીમેદાન ખાતે અનોખી પ્રકૃતિના ગણાતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભા યોજી હતી. સભામાં ભીડ એકઠી કરવા માટે અરવિંદ કેજરીવાલે લોકોને 200 રૂપિયા રોકડા આપ્યા હતા.
શહેરમાં ભણતા વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ સભામાં આવવા માટે અને આપની ટોપી પહેરવા માટે 200 રૂપિયા આપ્યા હતા. આ સિવાય સભામાં પણ આવવા માટે લોકોને પૈસાનું લાલચ આપ્યાનું સામે આવ્યું છે. કેજરીવાલે રાજકોટમાં આવીને સફેદ જુઠ ફેલાવ્યું તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. પરંતુ દિલ્હીમાં સ્થિતિ કંઈક અલગ જ છે ત્યાં વીજળી પુરી મળતી નથી. લોકોને ઘરોમાં ઈન્વર્ટર રાખવા પડે છે. અરવિંદ કેજરીવાલની ખાસિયત તો એ છે કે, તે ગજબનાક કોન્ફિડન્સથી જૂઠું બોલે છે અને બહુ આત્મવિશ્વાસથી પોતાની વાતમાંથી ફરી જાય છે. તેમની ડાબેરી નીતિ એવી છે કે, દિલ્હીમાં મૌલવીઓનાં પગારમાં તોતિંગ વધારો કર્યો છે અને પંજાબમાં તેમનાં આગમન સાથે જ ખાલિસ્તાનીઓ ઉત્સાહમાં આવી ગયા છે.