ખાસ ખબર સાવંદદાતા
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં હાલમાં જ વિદેશી રાજદુતોને રાજયમાં તબકકાવાર શાંતી સ્થપાઇ રહી છે. તે સંકેત આપવા માટે આ રાજયોનો પ્રવાસ કરાયાના ર4 કલાકમાં જ શોપિયામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 ત્રાસવાદીઓ માર્યા ગયા છે. અને કાશ્મીર પોલીસના એક ઓફીસર પણ શહીદ થયા છે. શોપિયાના બળગાવમાં આતંકીઓની એક ટોળી છુપાઇ હોવાની માહીતી મળતા જ સુરક્ષાદળ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત ઓપરેશન શરુ કર્યુ હતુ. ગઇકાલે સવારે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. અને બાદમાં સમગ્ર વિસ્તારને પણ એક એક ઘરની તલાસી સાથે આતંકવાદીઓ છુપાયા નથી તે નિશ્ર્ચિત કરાયા બાદ ઘેરાયેલા આતંકવાદીને શરણે આવવા સુચના અપાઇ હતી પરંતુ આતંકીઓએ ગોળીબાર શરુ કરતા વળતો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે જો કે એક પોલીસ અધિકારી પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ ગઇકાલે આખો દિવસ સમગ્ર વિસ્તારમાં તલાસી અભ્યાન ચલાવ્યુ હતુ અને કોઇ આતંકવાદી છુપાયા નથી તે નિશ્ર્ચિત કર્યુ હતુ. જોકે હજુ સુરક્ષાદળો વધારે વિસ્તારોમાં આતંકીઓને શોધી રહયા છે.