અમેરિકાની ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એફબીઆઈના ડાયરેકટપદે નિયુકત થયેલા ભારતીય મૂળના કાશ પટેલે આજે હિન્દુઓના પવિત્ર ‘ભગવદ ગીતા’પર હાથ રાખીને શપથ લીધા હતા.
ભારતીય હોવાનો ગર્વ લેતા તેમણે કહ્યું કે, ધરતીનાં સૌથી મહાન રાષ્ટ્રની સૌથી મોટી સુરક્ષા એજન્સીનું નેતૃત્વ ભારતીય મૂળના વ્યકિતને મળે તે ગૌરવપુર્ણ છે.અમેરિકન સ્વપ્ન ભાંગી ગયુ હોવાનું માનનારાને આ જવાબ છે.
- Advertisement -
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કાશ પટેલની ખૂબ પ્રસંશા કરી હતી.એજન્સીનાં એજન્ટોમાં કાશ પટેલની લોકપ્રિયતાને રાખીને તેમને નેતૃત્વ સોંપવાનો નિર્ણય લેવાનું સરળ હતું તેઓ શ્રેષ્ઠ કાર્ય કરશે. કાશ પટેલનો પરિવાર મૂળ આણંદ જીલ્લાનાં ભાદરણનો છે કાશ પટેલ એફબીઆઈનું નેતૃત્વ કરનારા 9માં વ્યકિત બન્યા છે.