સોમનાથ મંદિર રાત્રીના 1 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સાનિધ્યમા સદભાવના મેદાનમા આગામી તા.11 થી 15 નવેમ્બર સુધી વર્ષો જૂની પરંપરાગત મૂજબ કાર્તિકી પૂનમનો મેળો યોજાશે .જેમા સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર ની ઉપસ્થિતીમા 150 જેટલા સ્ટોલ રહેશે .જૈમા જેલના ભજીયા, ગ્રામ ઉદ્યોગ,હાથશાળ ના પણ સ્ટોલ હશે. જેમા સાસંકૃતિક કાર્યક્રમમાં લોકડાયરો સહીતના કાયઁક્રમ સાથે આવવા જવા માટેનો અલગ અલગ રસ્તાઓ બનાવાયા છે આ અંતર્ગત સોમનાથ મેળા ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.