કાર્તિક આર્યન પહેલીવાર અનુરાગ બાસુ સાથે કામ કરવા જઈ રહ્યો છે. ‘આશિકી 3’ની જાહેરાતની સાથે કાર્તિકે એક પ્રોમો વીડિયો પણ શેર કર્યો છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનને હાલ એક બાદ એક મોટા પ્રોજેક્ટ મળી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા 2’ની અપાર સફળતા બાદ તેની અપકમિંગ ફિલ્મોની એક પછી એક જાહેરાતો થઈ રહી છે. હવે કાર્તિકની વધુ એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
કાર્તિક આર્યન ‘આશિકી 3’માં જોવા મળશે. ફિલ્મની જાહેરાતની સાથે જ તેણે એક પ્રોમો પણ શેર કર્યો છે. જેના પર ‘આશિકી 3’ લખેલું છે. અનુરાગ બાસુ ફિલ્મનું નિર્દેશન કરશે. જ્યારે ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.
એક્ટ્રેસના નામ પર સસ્પેન્સ યથાવત
‘આશિકી 3’માં કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હાલમાં આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનું સ્થાન કઈ અભિનેત્રી લેશે તેની જાહેરાત થઈ નથી. તમને જણાવી દઈએ કે 1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
રાહુલ રોય આ ફિલ્મમાં અનુ અગ્રવાલ સાથે જોવા મળ્યો હતો. આ જોડી સાથે ફિલ્મના ગીતને ઘણી લોકપ્રિયતા મળી હતી. 2013માં ફિલ્મ ‘આશિકી 2’ એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં આદિત્ય રોય કપૂરની જોડી શ્રદ્ધા કપૂર સાથે જોવા મળી હતી.
- Advertisement -
View this post on Instagram
કાર્તિકના અપકમિંગ પ્રોજેક્ટ્સ
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મો ‘શહેજાદા’ અને ‘સત્ય પ્રેમ કી કથા’ છે. હાલ કાર્તિક કિયારા અડવાણી સાથે ‘સત્ય પ્રેમ કી કથા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મી પડદે આ જોડીને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં ખૂબ પસંદ કરવામાં આવી હતી.
‘આશિકી 3’ ની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ હવે વિચારી રહ્યા છે કે આ ફિલ્મમાં કઈ અભિનેત્રી કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. કાર્તિક પ્રથમ વખત અનુરાગ બાસુ સાથે કામ કરવા જઈ રહ્યો છે. કાર્તિકે ફિલ્મની જાહેરાત સાથે અનુરસ બાસુ સાથે કામ કરવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.