કાર્તિક આર્યન તેના માતા-પિતાની સાથે લાલબાગના રાજાના દર્શન કરવા માટે ગયો. 2 વર્ષ બાદ રાજાના દરબારમાં પહોંચનારો પહેલો અભિનેતા બન્યો છે. કાર્તિકે આ વર્ષની સૌથી હિટ ફિલ્મ માટે બાપ્પાનો આભાર માન્યો.
આજે ગણેશ ચતુર્થીના અવસરે મુંબઈવાસીઓ પોતપોતાના ઘરે બાપ્પાને લઇને આવે છે. પરંતુ આર્યન ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે તેના માતા-પિતાની સાથે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાના દર્શન કરવા માટે પહોંચ્યો. આ વર્ષની જે ફિલ્મો છે, તેમાં કાર્તિક આર્યનની ભૂલભુલૈયાએ સૌથી મોટી કમાલ કરી છે. એવામાં પોતાની સફળતા માટે ઘણા વેકેશન મનાવ્યાં બાદ કાર્તિક આર્યને હવે રાજાના દરબારમાં માથુ ટેકવ્યું.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
મહામારીના બે વર્ષના બ્રેક બાદ મુંબઈમાં ગણેશ મહોત્સવની ભવ્ય શરૂઆત
જોવામાં આવે તો બોલીવુડની સૌથી મોટી બૉક્સ ઓફિસ સફળતા અને કલેક્શન માટે અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કર્યા બાદ કાર્તિક આર્યન માટે એક અસાધારણ વર્ષ રહ્યું છે. મહામારીના બે વર્ષના બ્રેક બાદ મુંબઈમાં પૂરા જોશની સાથે ગણેશ મહોત્સવની શરૂઆત સાથે કાર્તિક લાલબાગના રાજાના પોતાાના પહેલા દર્શન અને આશીર્વાદ લેવા માટે ગયા. કાર્તિકે સોશિયલ મીડિયામાં પોતાની આ લાલબાગના રાજાના દર્શનની વાત લખી છે. કાર્તિકે દર્શન કરી લખી આ વાત
કાર્તિક આર્યને લખ્યું, ગણપતિ બાપ્પા મોરિયા. LalBaugchaRaja પહેલા દર્શન કરીને ધન્યતા અનુભવુ છુ. આભાર. જીવન બદલનારું વર્ષ અને આશા રાખુ છુ કે આગળ પણ તમે મારી સર્વે મનોકામના આ રીતે જ પૂરી કરતા રહેશો.
View this post on Instagram
કાર્તિક આર્યનના માતા-પિતાએ પણ કર્યા દર્શન
બોક્સ ઑફિસ પર સૌથી મોટી સુપરહિટથી લઇને એક પ્રેમ કરનારા અને સતત વધતા પ્રશંસક વર્ગ કાર્તિકની પાસે બાપ્પાનો આભાર માનવાથી લઇને અને તેમનો આશીર્વાદ મેળવવા જેવુ ઘણુ બધુ છે. કાર્તિક આર્યનના માતા-પિતા પણ તેની સાથે હતા.