ઉત્તરપ્રદેશના નોઇડાની ઘટના : કંપનીએ બોકસ પરત લઇ નાણા રીફંડ કર્યા
ઉત્તરપ્રદેશના નોઈડામાં અમુલના આઇસ્ક્રીમમાંથી કાનખજુરો નીકળતા કંપનીએ માલનું બોકસ પરત લઇ ગ્રાહકને નાણા પરત કર્યાનો બનાવ બન્યો છે.
- Advertisement -
નોઈડાના દીપા દેવીએ 15 જૂને પોતાના બાળકો માટે બ્લિન્કિટથી અમૂલ કંપનીનો વેનિલા મેજિક ફ્લેવરનો આઈસ્ક્રીમ 195 રૂપિયામાં મંગાવ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ તેણે તેને ખોલ્યું તો તેની અંદર એક કાનખજૂરો જોવા મળતા તેણે તરત જ બ્લિન્કિટને ફરિયાદ કરી.
બ્લિન્કિટ દ્વારા તેને પૈસા પરત કરવામાં આવ્યા છે. બ્લિન્કિટ કસ્ટમર કેરે કહ્યું કે, અમૂલ મેનેજર તેમનો સંપર્ક કરશે. સેન્ટિપેડના ઉદભવ વિશેની માહિતી સોશિયલ મીડિયા સાઇટ પર પણ શેર કરવામાં આવી હતી. ખાદ્ય સુરક્ષા અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
અમૂલે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 15 જૂને બપોરે લગભગ 2.30 વાગ્યે નોઈડાની દીપા દેવીએ સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમની આ બાબતની જાણકારી આપી. અમૂલે તરત જ સોશિયલ મીડિયા પર ફરિયાદનો જવાબ આપ્યો, અને અમને બપોરે 3:43 વાગ્યે ગ્રાહકનો સંપર્ક નંબર મળ્યો હતો. આ બાદ અમે ગ્રાહકને ટેસ્ટિંગ માટે આઈસ્ક્રીમ બોક્સ માંગ્યું, પરંતુ ગ્રાહકે તે આપવાનો ઇન્કાર કર્યો.
- Advertisement -
અમૂલે કહ્યું કે જ્યાં સુધી ફરિયાદ ધરાવતું બોક્સ ગ્રાહક પાસેથી પાછું લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા માટે આ બાબતની તપાસ કરવી અને આ મુદ્દે ટિપ્પણી કરવી મુશ્કેલ બનશે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાને ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો હતો. જે બાદ યુવક મલાડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મલાડ પોલીસે અમૂલ આઈસ્ક્રીમ કંપની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસે આઈસ્ક્રીમમાં મળેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલી આપ્યો છે.