તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ 70 ટકા ભરાયો છે.આ વર્ષે તાલાલા વિસ્તાર કરતા ગીરના જંગલમાં કમલેશ્વર ડેમ ઉપર વધારે વરસાદ પડ્યો છે.પરિણામે ડેમમાં ધીમી ગતિએ અવિરત પાણીની આવક ચાલુ હતી જેથી ડેમમાં 70 ટકા થી પણ વધુ જીવંત પાણીનો જથ્થો એકઠો થયો છે.તાલાલા પંથકની જીવાદોરી કમલેશ્વર ડેમ 35 ફૂટ એટલે કે 70 ટકા ભરાઈ ગયા ના સમાચારથી તાલાલા વિસ્તારમાં સર્વત્ર ખુશી પ્રસરી ગઈ છે.
Follow US
Find US on Social Medias