ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે જે ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ કામગીરી કરી રહી છે આવી જ એક સંસ્થા એટલે જ્યોત ફાઉન્ડેશન રાજકોટની જ્યોત ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો પણ દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે હેતુસર 70 પરિવારોને એક મહિનો ચાલે તેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યોત ફાઉન્ડેશનના ઋષિ મહેતા અને સાથી મિત્રો દ્વારા 70 પરિવારોને 5 કિલો ઘઉંનો લોટ, 1 લીટર તેલ, 2 કિલો ચોખા, 500 ગ્રામ મગ, 500 ગ્રામ પૌવા, 250 મગની દાળ, 250 ચણા દાળ અને 1 કિલો ખાંડ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સેવાની જ્યોત જલાવી હતી.