ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ચાલતા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC) મારફતે એક મહિલાને તેમના ભવિષ્ય માટે જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં મદદ કરવામાં આવી આ મહિલા પોતાના સાસરિયાના ત્રાસ અને પરિવારના સહકારના અભાવને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
ચાર વર્ષ પહેલાં ફઈના દીકરા સાથે લગ્ન કર્યા બાદ પતિ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ મળતા, કોઈ પણ દાગીના કે રોકડ લીધા વગર ઘર છોડીને રાજકોટ આવી ગઈ હતી. તેઓ ઙૠમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને સાથે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી પણ કરતા હતા. મહિલાએ કછઉની ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષા પાસ કરી લીધી હતી.
પરંતુ આગળની પ્રક્રિયામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડતાં તેઓ પિતાનો સંપર્ક કર્યો. પિતાએ ઘરે પાછા ફરવા જણાવ્યું, પરંતુ મહિલા ડરી ગઈ હતી કે સાસરિયા અને પિયરપક્ષ ભેગા મળી નુકસાન પહોંચાડી શકે છે.
તે સમયે LRD સેન્ટર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી. કાઉન્સેલરોએ પિતાને રૂબરૂ બોલાવી સમજાવ્યા બાદ, અંતે પિતાએ દીકરીને તેના જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા. આથી મહિલા પોતાની કારકિર્દી આગળ વધારી શકે તેવો માર્ગ મોકળો થયો.આ ઘટનાએ સાબિત કર્યું છે કે મુશ્કેલીમાં મહિલાઓ માટે ઙઇજઈ એક મજબૂત સહારો પુરવાર થઈ રહ્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અરજદારને મળ્યો ન્યાય



