પ્રકાશ જાદવે પરફેક્ટ આમલેટમાં ઓર્ડર કર્યો હતો જેમાં છાસ આવી હતી જે પીતા જ ઉલટી થઈ
છાસની એક્સપાયરી ડેટ 14 ઓગસ્ટ જોવા મળી એટલે કે, 10 દિવસ પહેલાની છાસ ધાબડી દીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બહાર ખાવાના શોખીન લોકો હવે થોડા સાવધાન રહેજો. ટેસ્ટ અને ક્વોલિટી માટે તમને જે રેસ્ટોરન્ટ પર ભરોસો હોય ત્યાં જ તમારા આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. અનેક શહેરોની રેસ્ટોરન્ટમાં ભોજન કે નાસ્તા બનાવવામાં લાપરવાહી દાખવવામાં આવતી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં ઝોમેટો એપ્લિકેશન દ્વારા અપાયેલા ઓર્ડરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પરફેક્ટ આમલેટ નામની રેસ્ટોરન્ટમાંથી પ્રકાશ જાદવ નામના વ્યક્તિએ ઓર્ડર કર્યો હતો. જેમાં એક છાસ પણ મંગાવી હતી.
આ છાસ પીતાની સાથે જ પ્રકાશે ઉલટી કરવાનું શરૂ કર્યું હતું. છાસની એક્સપાયરી ડેટ જોતા જ માલૂમ પડ્યું કે, તે 14 ઓગસ્ટની છે. એટલે કે, 10 દિવસ પહેલાની છાસ કસ્ટમરને ધાબડી દેવામાં આવી હતી. પ્રકાશ જાદવે માંગ કરી છે કે, આ છાસ બનાવતી કંપની જનતા ડેરી છે તેના પર પગલાં લો, પરફેક્ટ આમલેટ કે જેણે 10 રૂપિયાના બદલે 30 રૂપિયા ચાર્જ લગાડ્યા છે તેના પર સખતમાં સખત પગલા લેવા માંગ કરી છે.