ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લાના રામપરા ખાતે દેવી ભાગવત સપ્તાહ ચેત્રી નવરાત્રીના પાવન દિવસોમાં યોજાઈ રહી છે ત્યારે ફરી એકવાર ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એક મંચ પર સાથે જોવા મળ્યા જયારે આ ભાગવત સપ્તાહમાં સાધુ સંતો ઉપસ્થિત હતા એ સમયે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા એક સાથે જોવા મળ્યા હતા ત્યારે બંને ઉમેદવારો જોગાનુંજોગ ભેગા થઇ ગયા હજુ બે દિવસ પેહલા પાણીધ્રા ગામે એક લોકડાયરો યોજાયો હતો તેમાં પણ ભાજપ – કોંગ્રેસના બંને ઉમેદવારો ભેગા થઇ જતા તેના પર સમર્થકોએ નોટોનો વરસાદ કર્યો હતો.
- Advertisement -
જોકે ચેત્રી નવરાત્રીના દિવસોમાં અનેક જગ્યાએ ધાર્મીક પ્રસંગો યોજાય રહ્યા છે ત્યારે ચૂંટણીની મૌસમમાં ઉમેદવારો ધાર્મિક પ્રસંગોમાં અચૂક હાજરી આપીને મતદારો સમક્ષ જવાનો મોકો ચુકતા નથી ત્યારે રામપરા ગામે દેવી ભાગવત સપ્તાહના આયોજકો દ્વારા બંને ઉમેદવારોને આમત્રંણ પાઠવ્યું હતું.અને ફરી એકવાર મંચ પર જોવા મળ્યા હતા.