ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હરેશભાઇ ઠુમરનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન પ્રસંગે નવનિયુક પ્રમુખને ફુલહાર સાથે શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તથાજિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ નિલેશ સોનારા, અધ્યક્ષ રાજેશ શર્મા, ભેંસાણ તાલુકા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કમલ ઠુમર,વહીવટી પ્રમુખ અશોકભાઈ ખુમાણ, સફિકભાઈ માહિડા, ડી.કે.જલું તથા વરોતરિયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.