શિક્ષકનું સન્માન એટલે શિક્ષત્ત્વનું સન્માન: બાપુ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના શિક્ષક બલદેવપરીને મોરારીબાપુની હસ્તે સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઈ શિક્ષણ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ સન્માનમાં શિક્ષકને 51 હજારની ધન રાશી ઉપરાંત અને સાલ અને મોમેન્ન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે આ શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું તેમજ બે વખત રાષ્ટ્રપતિ દ્વારા ભારત દેશના ઉત્તમ શિક્ષક નું બહુમાન પણ પ્રાપ્ત થયું છે.
વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – 2024ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – 2024ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયું હતું
જેમાં પૂજય મોરારીબાપુના વરદ હસ્તે સાહિત્ય અને શિક્ષણ સન્માન પર્વ અંતર્ગત વર્ષ 2024 માટેના વિવિધ સન્માન એનાયત કરાયા આ પ્રસંગે સુખ્યાત સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને અમેરિકા સ્થિત જાણીતા લેખક નટવર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. પૂજય મોરારીબાપુ આ પ્રસંગે મંગલ ઉદબોધન કર્યું. કાર્યક્રમનું સંકલન પ્રણવ પંડયાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં રતિલાલ બોરીસાગર, ધારાસભ્ય મહેશ કસવાલા, સવજીભાઈ ધોળકિયા, નટવરભાઈ ગાંધી સી.એફ.ઓ.વોશિંગ્ટન ડી.સી.), ભદ્રાયું વચ્છરાજાની, અંબરીષ ડેર, છેલભાઈ વ્યાસ, મનોજ જોશી, પુજય ભક્તિરામબાપુ (માનવ મંદિર) ઉપસ્થિત રહ્યાં હતાં.