ગેર કાયદે હથિયાર, ચરસ, ગાંજો, ડ્રગ્સ, બનાવટી ચલણી નોટ સહીત સાઇબર ક્રાઇમના અનેક ગુનાઓને ડિટેક્ટ કરી અનેક આરોપીને જેલહવાલે કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા જૂનાગઢ એસઓજી પોલીસે વર્ષ 2022માં ગેરકાનૂની પ્રવૃત્તિ નાબૂદ કરવામાં અને ગંભીર ગુનામાં સંડોવાયેલા અનેક ગુનેગારોને ઝડપી લીધા છે. જેમાં ગેરકાયદે હથિયાર, ચરસ, ગાંજો, ડ્રગ્સ ,બનાવટી ચલણી નોટ સહીત સાઇબર ક્રાઇમના ગુનાના આરોપીનો સમાવેશ થાય છે.
- Advertisement -
જૂનાગઢ એસઓજી પોલીસે ચરસ, ગાંજો, ડ્રગ્સ, એન.ડી.પી.એસના કુલ 11 કેસ ડિટેક્ટ કર્યા છે એ જ રીતે ગેરકાયદે હથિયારના કેસ 10, કુટણખાનાના કેસમાં 1, ડમી ડોકટરના કેસમાં 03, નાસતા ફરતા 11 આરોપી, બાયોડીઝલ કેસમાં 03, બીલ વગરના અનાજના કેસ 3, ડુપ્લીકેટ જંતુનાશક દવા 02, ખાણ ખનીજ 02, આયુર્વેદીક દવાની બોટલના 5 કેસ, ઓનલાઇન ગેમ/ઓનલાઇન જુગાર 01, શરતભંગ 01, ક્રિપ્ટો કરન્સી 02, બનાવટી ચલણી નોટમાં 2 નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવેલી છે.
જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે એસઓજી પોલીસના પીઆઇ એ.એમ.ગોહીલ તેમજ પોલીસ કર્મીમાં સામતભાઇ બારીયા, રવી ખૈર, મહેન્દ્વ કુવાડીયા, અનિરૂઘ્ધસિંહ વાંક, રવીરાજ વાળા, પુંજાભાઇ ભારાઇ સહિતના સ્ટાફે છેલ્લા એક વર્ષમાં 50 જેટલા ગંભીર ગુનાને અંજામ આપનાર ઇસમો સામે ગુના દાખલ કરી ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અનેક ગુનેગારોને જેલહવાલે કર્યા છે.
NDPSની કામગીરીમાં મોટી સફળતા
- Advertisement -
કુલ ગુના મુદ્દામાલ ઝડપાયેલ વજનકિંમત મુદ્દામાલની કિંમત કુલ કિંમત
9-ગુના ગાંજા 7.231 કિ.ગ્રા 72,310 1,83,83,160
ચરસ 118.559 કિ.ગ્રા 1,77,83,850
મેફેડ્રોન ડ્રગ્સ 52.7 ગ્રામ 5,27,000