હીટવેવને ધ્યાનમાં રાખી ઠંડા પહોરે મતદાન કરવા માટે તંત્રની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢનું સિનિયર સિટીઝન મંડળ મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ મંડળના વરિષ્ઠ નાગરિકો તા.7મી મે એ અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.
શહેરની માળી જ્ઞાતિની વાડીમાં આયોજિત એક કાર્યક્રમમાં સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારનાથી પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વરિષ્ઠ નાગરિકોને મતદાન અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો આ સાથે તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત હિટવેવને ધ્યાનમાં રાખી વહેલી સવારે એટલે કે ઠંડા પહોરના મતદાન કરવા જવા માટે સવિશેષ અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સ્વીપ અંતર્ગત જુદા-જુદા મતદાન જાગૃતિના કાર્યક્રમના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.