ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ આગામી દિવસોમાં શાળા કોલેજો શરુ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેના માટે શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સેવા યુવક મંડળનો આ અભિગમ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે ત્યારે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, ડે.મેયર ગિરીશ કોટેચા સહીત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ આ સંસ્થા છેલ્લા 27 વર્ષથી અંબિકા ચોક ખાતે આવેલ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે ત્યારે આગેવાનોએ સંસ્થાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ માટે જય શ્રીરામ સંસ્થાને આ ભગીરથ કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભેરછા પાઠવી હતી.