16 ગુનેગારો સામે વીજ ચોરીની ફરિયાદ સાથે, 8 લાખનો દંડ ફટકાર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકનો ચાર્જ સાંભળ્યા બાદ હર્ષદ મેહતાએ અસામાજિક તત્વો સામે ધોંસ બોલાવી છે અને એક પછી એક મેગા ડ્રાઈવ યોજીને હિસ્ટ્રીશીટરો સાથે પ્રોહીબિશન બુટલેગરો સામે કડક હાથે કામગીરી કરતા શહેરના લીસ્ટેટ બુટલેગરો માં ફફડાટ ફેલાયો છે અને જૂનાગઢના લોકો શાંતિ, સુરક્ષા અને સલામતીની અનુભૂતિ કરી રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢમાં ગઈકાલ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને એલસીબી પીઆઇ જે.જે.પટેલ એસઓજી પીઆઇ એ.એમ.ગોહીલ સહીતના પીએસઆઇ સાથે પોલીસ કાફલાએ નવતર અભિગમ સાથે શહેરના જમાલવાડી, સુખનાથ ચોક, દોલતપરા સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી જેમાં પોલીસની 20 ગાડીઓ સાથે હેલમેન્ટ,લાઠીઓ બોડીવોર્ન કેમેરા અને પ્રથમ વખત ડ્રોન કેમરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગઈકાલ યોજાયેલ મેગા ડ્રાઈવમાં ચાર પીજીવીસીએલની ટિમ સાથે સઘન ચેકીંગ કરાયું હતું જેમાં કુલ 16 ગુનેગારોને ત્યાંથી વીજ ચોરી ઝડપાય હતી.
તેની સામે ફરિયાદ નોંધીને રૂ.8 લાખનો દંડ ફટકાર્યો હતો જૂનાગઢ શહેરમાં એક પછી એક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન થતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે ધોંસ બોલાવી છે.