ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા લખમણભાઇ ભારાઇના રસ્તામાં ક્યાંય પડી ગયેલ 41,500 રોકડ રૂપીયાનુ બંડલ ફ્ક્ત 3 કલાકમાં જ નેત્રમ શાખા તથા જૂનાગઢ તાલુકા પોલીસ દ્રારા શોધી કાઢેલ લખમણભાઇ ઝાંઝરડા ગામ તરફ જતા હોય અને રસ્તામાં પોતાના ખીસ્સામાં રાખેલ 41,500 રોકડ રૂપીયાનુ બંડલ ક્યાંય પડી ગયેલ. તેઓ ઢોરના ખોરાક માટેનો ભુકો ખરીદવા જતા હોય અને આ રૂપીયાનુ બંડલ રસ્તામાં ક્યાંય પડી જતા તેઓ વ્યથીત થઇ ગયેલ હતા જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરતા લખમણભાઇ ભારાઇ જે રસ્તેથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચકાસેલ. જે ફૂટેજ ચેક કરતા સમય દરમ્યાન લખમણભાઇના ખીસ્સામાંથી રૂપીયાનુ બંડલ પડતુ નજરે પડેલ અને કોઇ ટુ વ્હીલ ચાલક દ્રારા આ રોકડ રૂપીયાનુ બંડલ લઇ લીધાનુ ધ્યાને આવેલ અને ટુ વ્હીલના રજી. નંબર શોધી કાઢેલ હતો. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિને શોધી કાઢેલ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્ય્કતિને પૂછ પરછ કરતા 41,500 રોકડ રૂપીયાનુ બંડલ પોતાની પાસે હોવાનુ જણાવેલ. આજના જમાનામાં લોકો પોતાને કોઇની વસ્તુ મળે તો પ્રામાણીકતાથી પરત કરી દેતા હોય છે, જેથી જુનાગઢ તાલુકા પોલીસ દ્રારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ હતો રૂ. 41,500 રોકડ રકમનુ બંડલ પોલીસ દ્રારા ફક્ત 3 કલાકમાં જ શોધી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદન પૂણે કાર્યવાહીથી પ્રભાવિત થઈને લખમણભાઇ દ્રારા જૂનાગઢ તાલુકા પોલીસ તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.