રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનર એ.એસ.ઝાપડા, આસી.કમિશનર જયેશભાઈ પી વાજા તથા સેક્રેટરી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલીયાના માર્ગદર્શન મુજબ સુપરવાઈઝર રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ,જેમાં શહેરના વોર્ડ 1 થી 15 મા આવેલ માર્કેટની સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ શહેરમાં આવેલ મહાનુભવોની પ્રતિમાઓની તેમજ હેરિટેજ વિસ્તાર મહોબત મકબરા, મજેવડી ગેટ, સરદાર પટેલ દરવાજા તેમજ ધાર્મિક સ્થળોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી વોર્ડ ન 2 માં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશ-વકીલો તેમજ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
વિસાવદરમાં અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળીની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન તથા સૂચના મુજબ કોર્ટ બિલ્ડીંગ તથા કોર્ટ કમ્પાઉન્ડ અને સમગ્ર કોર્ટમાં તથા આસપાસની જગ્યામાં ન્યાયાધીશો તથા બાર એસોસિએશનના વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે જાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું વિસાવદર કોર્ટની અન્ય સરકારી કચેરીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈ વાળા બિલ્ડીંગ તરીકેની ગણતરી કરવામાં આવે છે,કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફસફાઈ કરવામાં આવે જ છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે.
વિસાવદર કોર્ટમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઇ મામલતદાર કચેરી, વિવિધ બેંકો તથા અન્ય સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની ગાઈડલાઈન મુજબ સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય સિવિલ જજ એસ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જાતે હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાફ સફાઈ કરવામાં આવેલ હતી અને 2જી ઓક્ટોબર સુધી હજુ આ કામગીરી ચાલનાર છે. આ સાફ સફાઈ કાર્યક્રમમાં બાર એસો.ના સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, સુબોધભાઈ સેવક, રાજુભાઇ દવે, અસ્વીનભાઈ દુધરેજીયા, વીજયભાઈ જેઠવા, ફારૂકભાઈ કાળવાતર, અતુલભાઈ દવે તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ.જે.લક્કડ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.